જાંબુઘોડા, જાંબુઘોડા રોડ ઉપર બોડેલી તરફથી આવતી રેતીની ટ્રકો ઉપર તાડપત્રી ન હોવાના કારણે ટ્રક પાછળ ચાલતા વાહનચાલકોની આંખોમાં રેતી ઉડે છે. જેથી અકસ્માતો થવાની શકયતાઓ રહેલી છે. છોટાઉદેપુર જિલ્લામાં 200 થી 250 જેટલી રેતીની લીઝો આવેલી છે. જેને કારણે આ રોડ ઉપર રોજના 150 થી 200 જેટલી રેતીની ટ્રકો અવર-જવર કરતી હોય છે. જે ટ્રકો હાલોલ, દાહોદ, વડોદરા, આણંદ, નડિયાદ જેવા ગામોમાં આ રસ્તા ઉપરથી જતી હોય છે. તથા રોડ ઉપર રેતી ઢોળાય છે. સાથે સાથે ટ્રકની ટ્રોલીમાંથી રોડ ઉપર રેતી પડતી હોય છે. જે ઉડીને ટ્રક પાછળ આવતા વાહનચાલકોની આંખોમાં ભરાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે. જો રેતી ભરેલ ટ્રક ઉપર તાડપત્રી બાંધવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.