જાંબુઘોડા-બોડેલી નવા રસ્તાની કામગીરી અધુરી મુકતા બિસ્માર

જાંબુઘોડા,જાંબુઘોડાથી બોડેલીનો એક મહિના પહેલા નવો બનેલો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જાંબુઘોડાથી બોડેલીનો રોડ મહિના પહેલા બન્યો હતો પરંતુ હોળીનો તહેવાર આવતા મજુરો જતા રહેલા હતા. પરંતુ એક માસ વિતવા છતાં કામ ચાલુ થયેલ નથી. આ રોડ ઉપર પોલીશ કરવાની બાકી હોવાને કારણે કેટલીક જગ્યાએ કપચી નીકળી ગયેલ છે. રોડ ઉપર ખાડા પડી જવા પામ્યા છે. આ અંગે કોન્ટ્રાકટરના સુપરવાઈઝરને પુછતા એવુ જણાવી રહ્યા છે કે,મજુરો તહેવાર કરવા ગયા છે. આવશે ત્યારે આ રોડની પોલીશનુ કામ ચાલુ થઈ જશે. જો રસ્તા પર પોલીશની કામગીરી શરૂ નહિ થાય તો થોડાક જ દિવસમાં રસ્તો હતો ન હતો થઈ જશે. જેથી માર્ગ મકાન ખાતાના અધિકારીઓ વહેલી તકે આ રસ્તો કોન્ટ્રાકટરને જણાવી પુર્ણ કરાવે તે જરૂરી છે. વધુમાં રસ્તો બનાવવા હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વાપરવામાં આવ્યુ હોવાની આસપાસના રહિશો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.