જાંબુઘોડા,
વન્ય પ્રાણી વિભાગ વડોદરાના જાંબુઘોડા અભ્યારણ્યમાં વસવાટ કરતા આદિવાસીઓને વન્ય જીવ તેમજ વન્ય પેદાશો, અબોલ જીવો વ્સહિત વન્ય પેદાશોમાંથી કઈ રીતે કમાણી થઈ શકે અને વન્ય જીવનુ રક્ષણ કઈ રીતે કરવુ વગેરે બાબતની ખુબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક વન વિભાગના આર.એફ.ઓ.મનોજ કુમાર તાવિયાડ સહિતનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સમગ્ર મામલે તારીકભાઈ કુરેશી તેમજ વિશાલભાઈ ઠાકોર દ્વારા અભ્યારણ્ય વિસ્તારના ઉપસ્થિત 65 જેટલા શિક્ષિત આદિવાસી યુવાનોને વન્ય જીવ સાથેના સંબંધો અંગે તેમજ અત્રે અભ્યારણ્યમાં આવતા પ્રવાસીઓ અંગે ખુબ જ સુંદર માહિતી આપી હતી. અને અત્રે અભ્યારણ્યમાં વસવાટ કરતા આદિવાસીઓને વન્યજીવ બચાવ કામગીરીમાં ભાગીદાર બનવા અને વન્ય પ્રાણીઓ સાથેના વર્તન અંગે માહિતનગર કર્યા હતા. સાથે સાથે પ્રવાસન પ્રવૃત્તિમાં વન વિભાગના ટુરીઝમ ખાતે પોતાની સંસ્કૃતિ વિરાસતની જાળવણી અને તેનુ વિસ્તરણ કરવુ અને અત્રે આવતા પ્રવાસીઓને શનિ-રવિ પોતાની સંસ્કૃતિ અને પોતાની વિરાસત સાથે સંગીત અને લોકનૃત્ય પ્રસ્તૃત કરી તેમાંથી પણ કમાણી મેળવી શકાય છે. તેમ જણાવ્યુ હતુ વધુમાં તેઓ જણાવ્યુ હતુ કે, જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલા ઈકો ટુરીઝમોની આસપાસના જોવાલાયક સ્થળો તેમજ વિસ્તારમાં આવેલા આદિવાસી ગામોના પીઠોરા ચિત્ર બતાવવા તેમજ આદિવાસી વિસ્તારોમાં વાંસળી વગાડી તેમજ ઢોલ વગાડી પ્રવાસીઓ અત્રે આકર્ષાય તેવી કામગીરી કરવી તેમજ વનવિભાગના વનકર્મીઓ સાથે મળી અત્રે ગાઈડની કામગીરી કરી તેમાંથી પણ કમાણી કરી શકાય તે અંગેની માહિતી આપી હતી અને અભ્યારણ્ય વિસ્તારમાં આવતા પ્રવાસીઓને કઈ રીતે હેન્ડલ કરવા તે અંગેની ખુબ જ સુંદર માહિતી બંને વાઈલ્ડ લાઈફ એકસપર્ટ દ્વારા આપવામાં આવી હતી.