જાંબુઘોડા,વન્ય પ્રાણી વિભાગ વડોદરાના જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલા ભારત ઈકો ટુરીઝમ સેન્ટર ખાતે પ્રકૃતિની ગોદમાં ફરવા માટે આવતા પ્રવાસીઓની સુવિધા માટે સફારી રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જાંબુઘોડા અભ્યારણ્યમાં ફરવા આવતા પ્રવાસીઓ હવે શિવરાજપુર નજીક આવેલા ભાટ ઈકો ટુરીઝમ ખાતે ખુલ્લી જીપમાં બેસી જંગલમાં 16 કિ.મી.સફારી કરવાનો આનંદ માણી શકશે.વડોદરાના વન્યપ્રાણી રેન્જના જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલા શિવરાજપુર રેન્જના ભાટ ઈકો ટુરીઝમ ખાતે સફારી ટ્રેકનો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક ઈડીસી દ્વારા 4 ખુલ્લી જીપ્સી જીપો વસાવી છે. જેમાં પ્રવાસીઓને બેસાડીને જંગલ સફારી કરાવાશે. આ માટે શિવરાજપુર રેન્જ તેમજ વડોદરા સફારી ટ્રક ટાઈમિંગની જાહેરાત કરી છે. જે મુજબ દિવસ દરમિયાન ત્રણ સ્લોટમમાં પ્રવાસીઓને ટ્રેકિંગ કરવામાં આવશે.