જલારામ શિશુવિહાર બલૈયા ખાતે ગાંધી જયંતિની શાનદાર ઉજવણી

ફતેપુરા, ફતેપુરા તાલુકાના બલૈયા ગામે જય જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જલારામ શિશુવિહાર તથા સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના સભા..સ્વચ્છતા અભિયાન અને પ્રભાત ફેરી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો. શાળાના ટ્રસ્ટી ગણ સ્ટાફ પરિવાર અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

શાળાના ટ્રસ્ટી નીલમબેન પંચાલ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગાંધી બાપુને સૂતરની આટી પહેરાવી વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ભાવ સાથે બાપુને પુષ્પાંજલિ કરવામાં આવી.

શાળાના આચાર્ય અને સ્ટાફ તથા બાળકો દ્વારા ગાંધી જયંતિ નિમિતે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. મોહન માંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બનેલા મહાન સપૂત ના જીવન માં વણાયેલ અગિયાર મહાવ્રત આપણા જીવનમાં ઉતારવા બાળકોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું.

પ્રાર્થના સભા બાદ તમામ બાળકો પ્રભાત ફેરી સ્વરૂપે ગામમાં જઈ સ્વચ્છતા કાર્યક્રમ માં ગ્રામ સફાઈ કરી..અને સૌને સ્વચ્છ ગામ થી સ્વચ્છ ભારત બનાવવા સ્વચ્છતા હીઁ સેવા સંદેશ આપ્યો. સૌએ ગાંધી બાપુના જયઘોષ સાથે વાતાવરણ ગાંધીમય બનાવ્યું. સ્વચ્છતા, સમાનતા અને સ્વાવલંબીના પ્રેરક ગાંધી બાપુને જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી વંદન.