જળ સંપતિ સંશોધન તાબાની જીલ્લાના કામદારને વડોદરા સરિતા માપક ની કચેરીમાં મહીસાગર જિલ્લાના કામદાર સંસ્થાએ ગેરકાયદેસર રીતે લાંબા સમયની નોકરીમાંથી છૂટા કરતા તે કારણ ગેરકાયદેસર ઠેરવી તેઓને પડેલા દિવસોના 50% પગાર અને નિવૃત્તિના લાભો આપવા નામદાર મજૂર અદાલતનો આદેશ

ગોધરા,

ગુજરાત સરકાર કચેરી અધિક્ષક જળસંપતિ સંશોધન અને કાર્યપાલક અમદાવાદના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેર સરિતા માપક પેટા વિભાગ કુબેર ભવન વડોદરા મુકામે મહીસાગર જિલ્લાના કાંતિભાઈ રામાભાઈ માછી જેવો તારીખ 16/4/83થી તેમની ફરજ ઉપર હાજર થયા હતા. ફરજના અરસા દરમ્યાન તેઓની કામગીરી વફાદારી તેમજ નિષ્કલંકી હોય નોકરીના અરસા દરમિયાન પ્રત્યેક વર્ષમાં 240 દિવસની નોકરી કરી હોવાને કારણે તેઓને સરકારના તારીખ 17/10/88 ના પરિપત્રના લાભો આપવામાં આવતા હતા, પરંતુ તેઓની નોકરીના અરસા દરમિયાન એકાએક બીમારીને કારણે રજા મૂકી હોસ્પિટલમાં સારવાર મેળવવા ગેરહાજર રહે ત્યારબાદ ફિટનેસ અંગેનું પ્રમાણપત્ર મેળવી ફરજ ઉપર હાજર થવા જતા તેઓને ફરજ પર હાજર કરવાની જગ્યાએ અગાઉ કોઈપણ જાતની જાણ કર્યા સિવાય કે બચાવ પક્ષની તક આપ્યા સિવાય તેમની કાયમી ધોરણની નોકરી માંથી દફતરી આદેશ નંબર 441/12 થી તેઓને તારીખ 26/6/12 ના રોજ ઞેર કાયદેસર રીતે હુકમની બજવણી કરી નોકરીમાંથી છૂટા કરતા અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરતા ફેડરેશને અરજદારને થયેલા ન્યાય બાબતે બાબતે સરકારના નિયત કરેલ અધિકારીઓને પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુન:સ્થાપિત કરવા બાબત નોટિસ પાઠવેલ પરંતુ તે બાબતે સરકારી અધિકારીઓ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળતા આ આ વિવાદ વડોદરા ખાતેના મદદનીશ શ્રમ આયુક્ત સમક્ષ ક્ધસીલેશન દાખલ કરી પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુન: કરવા કેસ કરેલ પરંતુ એ બાબતે કોઈ સુખદ સમાધાન ન થતા આ વિવાદ નામદાર મજુર અદાલત વડોદરા કોર્ટ નંબર 4 માં રેફરન્સ કરવામાં આવતા અરજદાર નો કેસ કોર્ટ સમક્ષ દાખલ કરેલ જે વિવાદ ચાલી જતા નામદાર વડોદરા મજુર અદાલતના ન્યાયાધીશ નારાયણ લાલ શર્મા એ કેસમાં પડેલા પુરાવા અને સરકારના વકીલ તેમજ અરજદાર તરફે યુનિયન પ્રતિનિધિ એ.એસ ભોઈ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈ અરજદારની 60 વર્ષની ઉંમર થવાને કારણે નિવૃત્તિનો સમય ગાળો પૂર્ણ થતો હોય તે કારણે અરજદાર કાંતિભાઈ માછીને નોકરીમાંથી છૂટા કરતા સમયે આઈડી એક્ટ કલમ 25 એચ અને 25 એફનો ભંગ કરી છુટા કરવાનુ કારણ દર્શાવી અરજદારને છૂટા કરવાનું પગલું ગેર વ્યાજબી ગેરકાનૂની ઠેરવી તેઓને નોકરીમાંથી છૂટા કર્યા તારીખથી પડેલા દિવસોના 50 ટકા પગાર તથા હુકમ પ્રસિધ્ધિની તારીખથી 60 દિવસમાં પગાર ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેના ઉપર 9% બેન્કેબલ વ્યાજ ચૂકવવું અને નિવૃત્તિની તારીખથી તેઓને નિવૃત્તિના તમામ લાભો આપવાનો આખરી આદેશ કરવામાં આવતા ગરીબ અને આદિવાસી વિસ્તારના કામદાર અને તેના પરિવારમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે.