ખેડા : ખેડા પાસે એક લગ્ન પ્રસંગમાં ચોંકાવનારી ઘટના બની હતી. રાજપીપળાથી આવેલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. લગ્નમાં જમ્યા બાદ એકસાથે 45 જેટલાં જાનૈયાઓને અસર થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એટલુ જ નહિ, નવવધૂને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે આ ઘટના બની હતી. ચાલુ બસમાં જાનૈયાઓને ઉલ્ટી સાથે પેટમાં દુખાવો ઉપડ્યો હતો, એક પછી એત જાનૈયાઓની તબિયત બગડવા લાગતાં એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે.
મહત્વનું છે કે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જમણવાર પછી પરિવાર રાજપીપળા જવા માટે રવાના થયો હતો. આ દરમિયાન નડિયાદ ટોલબૂથ પાસે વારાફરતી તમામ જાનૈયાઓને ઉલ્ટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તમામ લોકોને તબિયત બગડવા લાગતાં 108ને જાણ કરવામાં આવી હતી. જેની મદદથી તમામ લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ પાસે આ ઘટના બની હતી. સોમવારે મોડી રાતે લગ્ન સમારોહ પૂરો કરીને જાનૈયાઓ બસમાં અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહ્યા હતા, ત્યારે જતા સમયે નડિયાદ પાસે આ ઘટના બની હતી. અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને પેટમાં દુખવા લાગ્યુ હતું. ચાલુ બસમાં જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર શરૂ થઈ હતી અને ઝાડા ઉલ્ટી શરૂ થયા હતા.
ચાલુ બસ માં અચાનક તમામ જાનૈયાઓને ઝાડા ઉલટી અને પેટ માં દુખાવો થતા નડિયાદ ટોલબુથ પાસે બસ ઊભી રાખવામાં આવી. હતી. બસમાં સવાર જાનૈયા તબિયત બગડતાં નડિયાદ પાસે બસ ઊભી રાખી 108 ને જાણ કરવામાં આવી હતી. અંદાજે 45 જેટલા જાનૈયાઓને ઝાડા ઉલ્ટી અને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. બનાવની જાણ થતાં જ 108 ની ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. લક્ઝરી બસમાં ગંભીર હાલતવાળા દર્દીઓને સૌથી પહેલા 108 દ્વારા તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.
તો બીજા દર્દીઓને લક્ઝરી બસ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમ, એક સાથે 45 જેટલા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. તમામને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ, વરરાજાની કાર પણ હોસ્પિટલ પહોંચી હતી. કારણ કે, દુલ્હનની પણ તબિયત લથડી હોવાથી તેને પણ નડિયાદની સિવિલ હોસ્પિટલ માં લાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. હાલ, દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા પર છે.
આમ, જાન લઈને આવેલા તમામ જાનૈયાઓની હાલત બગડી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, વેલકમ ડ્રીંક સાથે દુધની બનાવટનો જ્યુસ અને ગાજરના હલવા સાથેનું ભોજન પિરસાયું હતું. કન્યા પક્ષના લોકોએ પણ આ ભોજન આરોગતા તેઓ પણ આ ફુડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા.