રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા છે. પશ્ચિમ બંગાળની છ, ગુજરાતની ત્રણ અને ગોવાની એક બેઠક પર મતદાનની જરૂર રહેશે નહીં. પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે પેટાચૂંટણીમાં મતદાન નહીં થાય. વિદેશ મંત્રી એસ જયશંકર, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન સહિત તમામ ઉમેદવારો બિનહરિફ જીતી ગયા છે. રાજ્યસભા માટે 24 જુલાઈએ મતદાન થવાનું હતું.
11 બેઠકોમાંથી ટીએમસીના છ અને ભાજપના પાંચ ઉમેદવારોએ જીત મેળવી છે. આ સાથે રાજ્યસભામાં ભાજપની એક સીટ વધી છે. હવે રાજ્યસભામાં ભાજપ પાસે 93 બેઠકો છે.
પશ્ચિમ બંગાળના કૂચબિહારના અનંત મહારાજ ભાજપના ઉમેદવાર તરીકે બિનહરીફ જીત્યા છે. ટીએમસીના ડેરેક ઓ’બ્રાયન, સુખેન્દુ શેખર રોય અને ડોલા સેને ફરીથી ઉપલા ગૃહમાં ટીએમસી તરફથી તેમની બેઠકો મેળવી લીધી છે. આ સિવાય અન્ય ઉમેદવારો સાકેત ગોખેલ, સમીરુલ ઈસ્લામ, પ્રકાશ ચિક બદાઈક ટીએમસીમાંથી રાજ્યસભામાં જઈ રહ્યા છે.
ભાજપને પાંચ નામાંકિત અને બે અપક્ષ સાંસદોનું સમર્થન મળશે તે પણ નિશ્ચિત છે. આ રીતે સરકારની તરફેણમાં 112 સાંસદો છે, જે બહુમતીના આંકડાથી 11 દૂર છે. સરકારને બહુજન સમાજ પાર્ટી, જેડીએસ અને ટીડીપીના એક-એક સાંસદના સમર્થનની પણ અપેક્ષા છે. તે જ સમયે, દિલ્હી વટહુકમનો વિરોધ કરી રહેલા 105 પક્ષો છે. આવી સ્થિતિમાં સરકારને BJD અને YSRCPની મદદની જરૂર પડશે.