જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારો, કાચ ફૂટ્યા

ઉદયપુર, વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાના પ્રયાસના બીજા જ દિવસે ઉદયપુરમાં ઇન્ટરસિટી એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના બની હતી. અરાજક્તાવાદીઓએ ફેંકેલા પથ્થરો ટ્રેનના કાચ પર અથડાયા હતા, જેનાથી કાચ તૂટી ગયા હતા, પરંતુ કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. જીઆરપી અને સ્થાનિક પોલીસે મામલાની તપાસ શ કરી છે. એવી આશંકા છે કે આ ઘટના નશાખોરો દ્રારા અંજામ આપવામાં આવી હોઈ શકે છે.એક દિવસ પહેલા જ અરાજક્તાવાદીઓએ જયપુર-ઉદયપુર વંદે ભારતને પાટા પરથી ઉતારવા માટે ટ્રેક પર લોખંડના સળિયા અને પથ્થરો નાખ્યા હતા.

હવે જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારે બની હતી. માહિતી મળતાં જ રેલવે પોલીસ, આરપીએફ અને સિવિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શ કરી હતી. પોલીસ હાલમાં આ કેસને નશાખોરોનું કૃત્ય ગણાવી રહી છે, પરંતુ આ ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયત્રં હોવાનો પણ હોઈ શકે છે.

રેલવે પોલીસના જણાવ્યા અનુસાર જયપુરથી ઈન્ટરસિટી ટ્રેન ઉદયપુર આવી રહી હતી. રાત્રે લગભગ ૯.૧૫ વાગ્યે ટ્રેન ઉદયપુર શહેરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારની બેડવાસ કચ્છી બસ્તી પર પહોંચી કે તરત જ ટ્રેન પર પથ્થરો પડવા લાગ્યા હતા. પથ્થર ટ્રેનના કાચ પર પડતા અંદર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.