જેલમાં વેચાય છે નશાની ગોળીઓ, ભગવંત માન પર નવજોત સિંહ સિદ્ધુનો આરોપ

ચંડીગઢ, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે પંજાબની જેલોમાં મુખ્યમંત્રીની દેખરેખમાં નશાની ગોળીઓ વેચાઈ રહી છે. સિદ્ધુએ એવો પણ દાવો કર્યો હતો કે જો તેમનું નિવેદન ખોટું સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે.શનિવારે મીડિયા સાથે વાત કરતા સિદ્ધુએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા, ડ્રગ માફિયા, જેલ. હાઈકોર્ટે એક સપ્તાહમાં પોલિસી તૈયાર કરવા જણાવ્યું છે. જેલોની અંદર નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભગવંત માન જેલ મંત્રી છે. તેમણે શું કર્યું?

સિદ્ધુએ કહ્યું, જો હું જૂઠો સાબિત થઈશ તો હું રાજનીતિ છોડી દઈશ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે માદક દ્રવ્યોની હેરાફેરી પર માન સરકારની ઝાટકણી કાઢી હતી. વાસ્તવમાં, મ્જીહ્લએ પંજાબ પોલીસને ડ્રગ્સની દાણચોરીમાં સામેલ ૭૫ લોકોની યાદી આપી હતી. આ પછી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે માન સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આ સિવાય હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકાર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને પણ આ કેસમાં પક્ષકાર બનાવ્યા છે અને તેમને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

બીએસએફ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં બીએસએફએ લગભગ ૭૫૫ કેજી નાર્કોટિક્સ જપ્ત કર્યું છે. આ સિવાય મ્જીહ્લએ પાકિસ્તાનથી આવતા ૯૫ ડ્રોનને તોડી પાડ્યા છે. ૩૬ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ૧૫ રાઈફલ અને ૩૮ પિસ્તોલ મળી આવી છે. આ સિવાય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા નવ પાકિસ્તાની પણ માર્યા ગયા છે.

આ સાથે જ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી નહીં લડે. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધુએ ભટિંડામાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે સિદ્ધુ લોક્સભા ચૂંટણી નહીં લડે. તે જ સમયે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પત્ની સામાન્ય ચૂંટણી લડશે, તો તેમણે જવાબ આપ્યો કે આ પ્રશ્ર્નનો જવાબ ફક્ત તે જ આપી શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુનો પરાજય થયો હતો. તેઓ અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.