જેલમાં રહી ચૂંટણી જીતનાર અમૃતપાલ સિંહની સજા ૧ વર્ષ વધુ લંબાવાઇ

લોક્સભા ૨૦૨૪ ની ચૂંટણીના પરિણામમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબતમાંથી એક કોઈ રહી હોય તો તે એ હતી કે, ખાલીસ્તાની સમર્થક અને કટ્ટરપંથી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહે પંજાબની એક બેઠક ઉપરથી જીત મેળવી હતી. અહી મહત્વની વાત આએ છે કે તેમણે આ જીત જેલમાં બંધ રહીને મેળવી હતી. હવે અમૃતપાલ સિંહને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલ સિંહની કસ્ટડી એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

જેલમાં રહીને લોક્સભાની ચૂંટણીમાં પંજાબની ખદુર સાહિબ બેઠક ઉપરથી ૧૯૭૧૨૦ મતોથી વિજય મેળવ્યો હતો. અમૃતપાલે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરાને ૧,૯૭,૧૨૦ મતોથી હરાવ્યા હતા. હવે અમૃતપાલ સિંહની કસ્ટડીનો સમયગાળો આજે એક વર્ષ લંબાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમૃતપાલ સિંહ ગયા વર્ષે માર્ચથી જેલમાં છે. ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહ અને તેના ત્રણ સહયોગીઓની કસ્ટડીનો સમયગાળો ૨૪ જુલાઈએ પૂરો થવાનો હતો.

અમૃતપાલના વકીલ હરપાલ સિંહ ખારાએ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમૃતપાલ સિંહે શપથ લીધા તે પહેલા જ દ્ગજીછએ તેમની કસ્ટડી ૧ વર્ષ માટે વધારી દીધી છે. અમૃતપાલ સિંહની કસ્ટડીમ વધારો કરતા કહેવામાં આવ્યું હતું કે “તથ્યો અને સંજોગોના આધારે, સલાહકાર બોર્ડનો અભિપ્રાય છે કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, ૧૯૮૦ ની જોગવાઈઓ હેઠળ અટકાયતી અમૃતપાલ સિંહ સંધુ ઉર્ફે અમૃતપાલ સિંહને અટકાયતમાં રાખવા માટે પૂરતા આધાર છે”