જેલમાં બંધ હમાસ આતંકવાદીઓ સાથે ખરાબ વર્તનના અહેવાલો પર ઇઝરાયેલ કડક, સલાહકાર સમિતિની નિમણૂક

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા સાત મહિનાથી લડાઈ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઈઝરાયેલના ટોચના સૈન્ય અધિકારીએ ૭ ઓક્ટોબરે પકડાયેલા હમાસના આતંકવાદીઓની સ્થિતિની તપાસ કરવા માટે સલાહકાર સમિતિની નિમણૂક કરી છે. ઇઝરાયેલની સેનાએ મંગળવારે આ માહિતી આપી હતી.

તમને જણાવી દઈએ કે, આ સમિતિની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે મે મહિનાના મયમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં ઈઝરાયેલ પર ગાઝામાં અટકાયતમાં લેવાયેલા હમાસના આતંકવાદીઓ સાથે અત્યાચાર અને ખરાબ વ્યવહાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ જ ઈઝરાયેલ આર્મી ચીફ સ્ટાફ લેટનન્ટ જનરલ હરજી હલેવીએ કમિટીની નિમણૂક કરી છે.

ગાઝામાં અટકાયતમાં લેવાયેલા આતંકવાદી શંકાસ્પદોને ઇઝરાયેલની જેલમાં સ્થાનાંતરિત કરતા પહેલા આઇડીએફના એસડી ટેમન, એનાટોટ અને ઓફર બેઝ પર મોકલવામાં આવે છે. જો કે, મોટી સંખ્યામાં અટકાયતીઓને લીધે, ઘણાને લાંબા સમય સુધી આઇડીએફ અટકાયત સુવિધાઓમાં રાખવામાં આવ્યા હતા, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું. દરમિયાન આ સુવિધાઓ અંગે પ્રશ્ર્નો ઉભા થયા હતા. યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૩૫,૯૮૪ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ૮૦,૬૪૩ અન્ય ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે આઇડીએફે ગાઝા પટ્ટીમાં આઠ નરસંહાર કર્યા હતા. તેણે વધુમાં કહ્યું કે ઘણા પીડિતો હજુ પણ કાટમાળ નીચે અથવા શેરીઓમાં દટાયેલા છે. તેથી એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણની ટીમો તેમના સુધી પહોંચી શક્તી નથી. તે જ સમયે, ગાઝામાં લગભગ ૨૩૦૦ આતંકવાદી શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત, હમાસના હુમલામાં ઓછામાં ઓછા ૧૨૦૦ ઈઝરાયેલના મોત થયા હતા અને ૨૫૨ ઈઝરાયેલીઓને બંધક બનાવવામાં આવ્યા હતા.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે પાંચ વ્યક્તિઓની સમિતિ અટકાયત કેન્દ્રોની સ્થિતિની તપાસ કરશે. તે આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ છે કે કેમ તેનું પણ મૂલ્યાંકન કરશે અને ત્રણ અઠવાડિયામાં ભલામણો સબમિટ કરશે.