પ્રયાગરાજ,માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ૧૫ એપ્રિલે રાત્રે ૧૦:૩૫ વાગ્યે હત્યા કરવામાં આવી હતી. શૂટર્સ અરુણ મૌર્ય, સની સિંહ અને લવલેશ તિવારીને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અતીકનો પુત્ર અલી અહેમદ નૈની જેલમાં કેદ છે. આવી સ્થિતિમાં ગેંગ વોરના જોખમને જોતા અતીક-અશરફના ત્રણેય શૂટરોને પ્રતાપગઢ જેલમાં ખસેડવામાં આવ્યા છે.
જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર અલી છેલ્લા બે દિવસથી સતત હંગામો મચાવી રહ્યો છે. રવિવારે તે પિતા અતિકના અંતિમ સંસ્કારમાં જવાનો પણ આગ્રહ કરી રહ્યો હતોૃ પરંતુ પરવાનગી આપવામાં આવી ન હતી. સોમવારે બપોરે અલી જોર જોરથી રડવા લાગ્યો હતો. વોર્ડર્સ તેની પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં તેણે બેરેકના ગેટ પર માથું અથડાવી દીધું હતું અને તેના માથામાં ઈજા થઈ હતી.
જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર અસદના એક્ધાઉન્ટરથી અલીભાઈ પરેશાન છે. છેલ્લી ત્રણ રાતથી તે ઉંઘી પણ નથી. તેણે જેલનું ભોજન ખાવાની પણ ના પાડી દીધી છે. તે વારંવાર એક જ વાત કહી રહ્યો છે કે અમારા ભાઈની હત્યા છેતરપિંડીથી થઈ છે, પિતા અને કાકાની પણ હત્યા કરવામાં આવી છે.
પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફને રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ક્સારી-મસારી ખાતેના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. બંનેની અંતિમવિધિમાં માત્ર ૧૦૦ લોકો જ સામેલ થયા હતા. અતીકને પુત્ર અસદથી માત્ર ૫ ડગલાં દૂર દફનાવવામાં આવ્યો હતો. અતીકની અંતિમવિધિમાં તેના બંને સગીર પુત્રો પણ આવ્યા હતા, જેઓ બાળ સુધારગૃહમાં બંધ છે. તેની બંને દીકરી પણ હાજર રહી હતી.
યુપીના પ્રયાગરાજના કમિશનર રમિત શર્માએ અતીક અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યની એસઆઇટીની રચના કરી છે, જેમાં એડીસીપી ક્રાઈમ, એસીપી અને પ્રયાગરાજના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.