જાહેર મુત્સદ્દીગીરી મંત્રીએ હમાસના હુમલા વચ્ચે જાહેર ભંડોળના બગાડને ટાંકીને રાજીનામું આપ્યું

જેરુસલેમ, ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તણાવ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૮૦૦ થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇઝરાયેલના પબ્લિક ડિપ્લોમસી મિનિસ્ટર ગેલિત ડિસ્ટેલ એટબેરિયને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

વર્તમાન સરકાર દ્વારા તેમની સત્તાઓને બાયપાસ કરવાને કારણે ડીસ્ટેલે ગુરુવારે સાંજે તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, તેમનો નિર્ણય આ સપ્તાહની શરૂઆતમાં ઇઝરાયેલની સરકારે ડાયસ્પોરા બાબતોના મંત્રાલયને વિદેશ મંત્રાલયની સાથે ઇઝરાયેલના આંતરરાષ્ટ્રીય જાહેર રાજદ્વારી પ્રયાસો પર નજર રાખવાનો અધિકાર આપ્યા બાદ આવ્યો છે.ગેલિત ડિસ્ટેલનું કહેવું છે કે આ પગલાથી મંત્રાલય ચલાવવામાં મુશ્કેલી પડી છે. તેમણે આને જનતાના પૈસાનો બગાડ પણ ગણાવ્યો હતો.

અટબારીયે સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે આ સમયે દેશના હિતોને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અહંકારને બાજુ પર રાખો, યુદ્ધના આવા ભયંકર સમયમાં, ઇઝરાયેલની સુખાકારી દરેક વસ્તુની પહેલા આવે છે, તેમણે કહ્યું.એટબરિયન કહે છે કે તેમના મંત્રાલયે તેમની સત્તા છીનવી લીધી છે અને તેથી તે દેશમાં અર્થપૂર્ણ યોગદાન આપી શક્તી નથી.

જાહેર મુત્સદ્દીગીરી મંત્રાલયે વર્ષની શરૂઆતમાં તેની રચના થઈ ત્યારથી તેને સ્થાપિત કરવા માટે સંઘર્ષ કર્યો હતો. તેને પત્રકારો અને નિરીક્ષકો તરફથી સતત ટીકાઓનો સામનો કરવો પડ્યો. તેની સુસંગતતા અને નક્કર અસરના અભાવ પર સતત પ્રશ્ર્નો ઉભા થયા છે.