જાગૃત્તિનો અભાવ : દાહોદ જિલ્લામાં રસીકરણ માટે યુવાનોમાં માત્ર 18.55 % જ રજીસ્ટ્રેશન થઇ

જાગૃત્તિનો અભાવદાહોદ જિલ્લામાં  રસીકરણ માટે યુવાનોમાં માત્ર 18.55 % જ રજીસ્ટ્રેશન થઇ શક્યુગામડાઓમાં તો રજીસ્ટ્રેશન માટે આરોગ્યકર્મીઓને કામે લગાડવા પડ્યાદાહોદ તેમજ દેવગઢ બારીયા શહેરમાં પણ યુવાનોમાં રજીસ્ટ્રેશન મામલે ઉદાસીનતા દેખાય છે.દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.

બીજી તરફ યુવાનોના રસીકરણમાં કેટલી સફળતા મળશે તે કહેવું અઘરું છે.કારણ કે હજી સુધી માત્ર 18.55 ટકાનું જ રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ શક્યુ છે.આ રસીકરણ માટે જાતે રજીસ્ટ્રેશ કરવાનુ હોય છે પરંતુ જન જાગૃત્તિના અભાવે આરોગ્ય વિભાગના કર્મચારીઓને કામે લગાડવા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહ થી કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી રાહત અનુભવી રહ્યા છે.કારણ કે નવા% પોઝીટીવ કેસ ઘટી રહ્યા છે અને તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે.મૃત્યુ આંક પણ ઘટી રહ્યો છે ત્યારે હવે રસીકરણ જેટલું ઝડપી થાય તેટલી સમસ્યા વધારે હળવી થઇ શકે તેમ છે.જો કે જિલ્લામાં 45 વર્ષ કરતા વધુ વયની વ્યક્તિઓનું જ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ તેની ગતિ ધીમી છે.ગુજરાતમાં માત્ર 10 જિલ્લાઓમાં જ 18 થી 44 વર્ષના યુવાનોનું રસીકરણ ચાલી રહ્યુ છે પરંતુ તેના માટેના રજીસ્ટ્રેશનની કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યુ છે.યુવાનોના રસીકરણ માટે લાભાર્થીએ જાતે જ રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે પરંતુ દાહોદ જિલ્લામાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં રજીસ્ટ્રેશન કરાવવામાં જાગૃત્તિ ઓછી છે.તેને કારણે દાહોદ જિલ્લામાં યુવાનોના રસીકરણના રજીસ્ટ્રેશન માટે આરોગ્યકર્મીઓને પણ જવાબદારી સુપરત કરવામા આવી છે.જેથી તેમના દ્રારા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઇ રહ્યુ છે તો શહેરી વિસ્તારમાં તેમજ ગામડાઓમાં પણ શિક્ષિત યુવાનો જાતે રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે.જિલ્લામાં આ શ્રેણીમાં રસીકરણનું રજીસ્ટ્રેશન માત્ર 18.55 ટકા જ થઇ શક્યુ છે.

18 થી 45 વર્ષના યુવાનોનુ 26 મે સુધીનું રજીસ્ટ્રેશન વિસ્તાર

  • દાહોદશહેર 19411 / 31.26%
  • ઝાલોદશહેર 10780 / 68.64%
  • દે.બારીયાશહેર 2910 / 27.62%
  • દાહોદ 17097 / 10.285
  • ઝાલોદ 24562 / 15.64%
  • સંજેલી 10414 / 25.12%
  • ફતેપુરા 15639 / 14.10%
  • ગરબાડા 17225 / 19.14%
  • લીમખેડા 17561 / 20.03%
  • દે.બારીયા 16410 / 15.17%
  • ધાનપુર 16883 / 20.78%
  • સીંગવડ 13709 / 25.82%

કુલ 182601 18.55