પંચમહાલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી દ્વારા ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરને જાફરાબાદ ગામ અને વિસ્તારમાં નર્મદા યોજનાનુ પાણી મળી રહે તે માટેની રૂબરૂ મળી રજુઆત કરી હતી.
પંચમહાલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પ્રતિમાબેન પ્રકાશકુમાર પરમારે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવ્યુ હતુ કે,જાફરાબાદ ગામ અને વિસ્તારની અંદાજિત વસ્તી વર્ષ-2023 મુજબ 12 હજારની આસપાસ છે. અગાઉ જાફરાબાદ ગામનો સમાવેશ પાનમ જુથ પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવ્યો હતો. અને એ પ્રમાણે જાફરાબાદને પાણી આપવામાં આવતુ હતુ. જાફરાબાદમાં સમાવિષ્ટ કનેલાવ વિસ્તારને સંપ અને પંપ હાઉસ દ્વારા પાણી પહોંચાડવામાં આવતુ હતુ.
વર્ષ-2011ની વસ્તી ગણતરીમાં આ ગામ જાફરાબાદને ગોધરા નગરપાલિકા સિટી વિસ્તારમાં જાહેર કરેલો છે ત્યારે ગોધરા શહેરમાં હાલ નર્મદા નહેર આધારિત જુથ યોજનામાંથી પાણી મેળવે છે. ત્યારે જાફરાબાદ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા તાજેતરમાં જ ગોધરા નગરપાલિકા સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે જાફરાબાદ વિસ્તારમાં આઈટીઆઈથી કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધીનો મોટાભાગનો સોસાયટી વિસ્તાર આવેલો છે. જેમાં આશિષ નગર, શક્તિ નગર, ગીતા નગર, આવરણ બંગ્લોઝ, ચિત્રકુટ સોસાયટી, મણીબા નગર, હરીઓમ નગર, એજયુનોવા સ્કુલ, શ્રી શ્રી રવિશંકર સ્કુલ, ગુજરાત સ્પોર્ટ્સ સંકુલ, જાફરાબાદ ગ્રામ પંચાયતની ઓફિસ સામે આવેલી આનંદ નગરનો તમામ વિસ્તાર, સરદાર પટેલ સોસાયટી, સાંઈબાબા નગર, રામેશ્ર્વરમ શ્રીનાથ, સુદર્શન, ધનશ્યામ નગર સહિત મોટા એપાર્ટમેન્ટ પણ આવેલા છે. ત્યારે આ તમામ વિસ્તારમાં નર્મદા યોજનાનુ પાણી મળી રહે તેવી અમારી માંગ છે.