જેકલીન ફર્નાન્ડિઝ પોલીસ શરણે, સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ફરિયાદ કરી

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને કથિત આરોપી સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જેક્લીન ફર્નાન્ડિઝે આરોપ લગાવ્યો છે કે સુકેશ તેને જેલની અંદરથી હેરાન કરે છે અને ધમકી આપી રહ્યો છે.

થોડા દિવસો પહેલા પોલીસ વડાને મોકલેલા પત્રમાં જેક્લીને જણાવ્યું હતું કે, “હું જવાબદાર નાગરિક છું, જેણે પોતાને અજાણતા એવા કેસમાં ફસાવી દીધી છે જેની કાયદાનું શાસન અને આપણી ન્યાય પ્રણાલીની પવિત્રતા પર દૂરોગામી અસરો પડે છે. સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલા કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે, હું તમને માનસિક દબાણ અને લક્ષિત ધાકધમકીની અગ્નિપરીક્ષા વચ્ચે પત્ર લખું છું.

નોંધનિય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં જેક્લિન ફર્નાન્ડિઝે દિલ્હીની એક અદાલતમાં અપીલ દાખલ કરીને સુકેશને તેના સંબંધિત પત્રો, મેસેજ અને નિવેદનો જારી કરવાથી તરત જ રોકવા માટે નિર્દેશો આપવાની માંગ કરી હતી.

તમને જણાવી દઇયે કે, સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા રૂ. 200 કરોડના મની-લોન્ડરિંગ અને ખંડણીના કેસના સંબંધમાં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા તપાસ કરવામાં આવેલી FIRમાં બોલીવુડ અભિનેત્રી સાક્ષી છે . 17 ડિસેમ્બરની અરજીમાં, તેણીએ આક્ષેપ કર્યો હતો કે સુકેશ દ્વારા આપવામાં આવતી ધમકીથી તેને ઘણું સહન કરવું પડ્યું છે. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સુકેશ તેણીને કોર્ટમાં સત્ય જાહેર ન કરવા માટે ધમકી આપવા માંગતો હતો.

જેકલીન ફર્નાન્ડિઝે તેના સત્તાવાર ઈમેલ આઈડી પરથી પોલીસ વડા અરોરા અને સ્પેશિયલ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાંચ)ને તેમના ઈમેલ આઈડી પર આ પત્ર મોકલ્યો હતો. સ્પેશિયલાઇઝ્ડ યુનિટમાંથી એકને ફરિયાદ અંગે પ્રાથમિક તપાસ શરૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે જેની સાથે અભિનેત્રી એ ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રકાશિત થયેલા ત્રણ ન્યૂઝ આર્ટીકલ પણ મોકલ્યા છે.

આ પત્રમાં જેક્લિને ટોચના પોલીસ અધિકારીને આ મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે જે ન માત્ર તેની સુરક્ષાને જ જોખમમાં મૂકે છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયાઓની અખંડિતતાને પણ જોખમમાં મૂકે છે. “સુકેશ તરીકે પોતાને ઓળખાવતો એક વ્યક્તિ એક આરોપી છે, જે મંડોલી જેલમાં છે, જે અભિનેત્રીને ધમકાવતો હતો,” તેણે ઉમેર્યું હતું કે, તે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળના કેસમાં “પ્રોસિક્યુશન વિટનેસ” (સરકારી સાક્ષી) હોવાથી તેણીની સુરક્ષા ખાતરી કરવા માટે તેની સામે IPC કલમો હેઠળ એફઆઈઆર નોંધવી જોઈએ.

બોલીવુડ અભિનેત્રીએ જણાવ્યું હતું કે, “આવી અપરાધિક પ્રવૃત્તિઓ ફક્ત મારા વ્યક્તિગત અધિકારો પર પ્રહાર નથી કરતી; તે આપણી ન્યાય પ્રણાલી અખંડિતતા પર પ્રહાર કરે છે. સાક્ષી સુરક્ષાના સિદ્ધાંત, જે ન્યાયના વહીવટ માટે મૂળભૂત છે, સાથે ચેડા કરવામાં આવ્યા છે, જે આપણી કાનૂની સંસ્થાઓની વિશ્વસનીયતા અને અસરકારકતાને નબળી પાડે છે,”

જેક્લિને કમિશ્નર અરોરાને એક વ્યાપક અને પારદર્શક તપાસ શરૂ કરવા જણાવ્યું છે, જેમાં આરોપી તે જેલમાં હોવા છતાં બહારના વ્યક્તિઓ સાથે કેવી રીતે વાતચીત કરે છે. તેણે ઉમેર્યું કે, “આરોપીઓ માટે વાતચીતના ઉપલબ્ધ તમામ માર્ગોની તપાસ કરવામાં આવે અને વધુ દુરુપયોગને રોકવા માટે કડક પગલાં અમલમાં મૂકવામાં આવે.”