નવીદિલ્હી, ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ એક આરોપમાં દાવો કર્યો છે કે કંપનીને ખેડૂતોનો વિરોધ કરી રહેલા અને સરકારની ટીકા કરનારા એકાઉન્ટ્સને બ્લોક કરવા માટે ભારત તરફથી ઘણી રિકવેસ્ટ મળી હતી. જ્યારે ડોર્સીના આ આરોપ પર સરકારે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. કોંગ્રેસની વિંગ યુથ કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા એ તેમના દાવાની ક્લિપ ટ્વિટર પર શેર કર્યો છે.
રિપોર્ટ અનુસાર, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને વિદેશી સરકારોના કોઈ દબાણનો સામનો કરવો પડ્યો છે, તો ડોર્સીએ જવાબ આપ્યો કે ભારત એક એવો દેશ છે જેને ખેડૂતોના વિરોધને લઈને ઘણી રિકવેસ્ટ મળી છે, ખાસ કરીને તે પત્રકારો માટે જે સરકાર વિરુદ્ધ બોલે છે.
જો કે ડોર્સી અને તેની ટીમ ભારતીય કાયદાનું વારંવાર અને સતત ઉલ્લંઘન કરતી રહી છે. હકીક્તમાં તેઓ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન વારંવાર કાયદાનું પાલન કરતા ન હતા અને તે માત્ર જૂન ૨૦૨૨ હતો જ્યારે તેઓએ આખરે પાલન કર્યું.
ગયા વર્ષે ટ્વિટરના બોર્ડમાંથી રાજીનામું આપનાર ડોર્સીને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને વિદેશી સરકારોના દબાણનો સામનો કરવો પડ્યો હતો. હામાં જવાબ આપતાં તેમણે ભારતનું નામ લીધું અને ખેડૂત આંદોલનની યાદ અપાવી. તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન તેમને આવી ઘણી વિનંતીઓ મળી હતી જેમાં સરકારની ટીકા કરનારા કેટલાક પત્રકારોના એકાઉન્ટ બંધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ભારતમાં ટ્વિટર ઓફિસ બંધ કરવાની અને કર્મચારીઓ પર દરોડા પાડવાની ધમકીઓ આપવામાં આવી હતી.
ડોર્સીના દાવાને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ તેમના ટ્વિટર હેન્ડલથી ડોર્સીની તે મુલાકાતની ક્લિપ શેર કરી છે. વીડિયો શેર કરતી વખતે શ્રીનિવાસે લખ્યું છે ‘મધર ઓફ ડેમોક્રેસી અનફિલ્ટર્ડ’. આ સાથે જ એનએસયુઆઈના નીરજ કુંદને ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે લોકશાહીની હત્યા છે અને કહ્યું કે તે વારંવાર સાબિત થઈ રહ્યું છે.
જેક ડોર્સીના આરોપો પર કેન્દ્ર સરકારનું નિવેદન પણ આવ્યું છે છે. જણાવી દઈએ કે કેન્દ્રીય આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લખ્યું કે, ’આ ટ્વિટરના ઈતિહાસના કાળા તબક્કાને સાફ કરવાનો પ્રયાસ છે, જ્યારે ટ્વિટર ડોર્સીના કાર્યકાળ દરમિયાન ભારતીય કાયદાનું સતત ઉલ્લંઘન કરી રહ્યું હતું. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી, ટ્વિટરે ભારતીય કાયદાઓ અનુસાર કામ કર્યું ન હતું અને જૂન ૨૦૨૨ થી ભારતીય કાયદાઓનું પાલન કરવાનું શરૂ કર્યું હતું.