નડીઆદ ખાતે સરકારના તા.9.6.09ના ઠરાવ નં. પરચ-102005/જીઓઆઈ-37/વસુતાપ્ર-1 ગાંધીનગરના રેકર્ડ વર્ગીકરણની જોગવાઈ મુજબ સમય મર્યાદા પુર્ણ થયા બાદ રેકર્ડનો નાશ કરવાનું ઠરાવવામાં આવેલ છે. જે મુજબ જ.હો. નડીઆદ ખાતેના મેલવોર્ડ, ફીમેલ વોર્ડ, મેટરનીટી વોર્ડ, એનઆરસી વિભાગ, આઈસીયુ, એસએનસીયુ. તેમજ ટ્રોમા સેન્ટર ખાતે નિભાવવામા આવેલ વર્ષ ર018 અને 2019 માહે જૂન અંતિત સુધીની પેશન્ટ ફાઈલો આ કચેરીની તા.25.6.24ની નોંધ હુકમ પર મળેલ મંજૂરી અન્વયે નાશ કરવાનું નિયત કરવામા આવેલ છે.
જેથી જ.હો.નડીઆદ ખાતે વર્ષ 2018 અને 2019 માં જે દર્દીઓએ સારવાર મેળવેલ હોઈ તેવા દર્દી અથવા તેઓના સગા સબંધિનાઓને જો આ મેડીકલ રેકર્ડની જરૂરીયાત હોઈ તો દિન-30માં જ.હો.નડીઆદ ખાતેના આર.એમ.ઓનો રૂબરૂ સંપર્ક સાંધી મેડીકલ રેકર્ડ મેળવી લેવા જણાવવામાં આવે છે. જો દિન-30 સુધીમા કોઈપણ દર્દી કે તેઓના સગા સંબધિઓ ધ્વારા વર્ષ 2018 અને 2019 ના મેડીકલ રેકર્ડની માંગણી કરવામા આવશે નહી તો તેઓને આ મેડીકલ રેકર્ડ નાશ કરવામાં વાંધા સરખું નથી. તેમ માની નિયમોનુસાર રેકર્ડ નાશ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામા આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ, નડીઆદ દ્વારા જણાવવામાં આવે છે.