- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ઈઝરાયલ પરના હુમલા અંગે વાત કરી હતી.
- અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બુધવારે ઇઝરાયલ જવા રવાના થયા છે. તેઓ આજે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ, રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ અને અન્ય અધિકારીઓને મળશે.
- ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 22 અમેરિકન નાગરિકોનાં મોત થયાં છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. બુધવારે, ઇઝરાયલ સરકારે યુદ્ધ પર નજર રાખવા માટે યુનિટી ગવર્નમેન્ટ અને 3 સભ્યોની યુદ્ધ કેબિનેટની રચના કરી. નવી સરકારમાં વિરોધ પક્ષને પણ સામેલ કરવામાં આવ્યો છે. કેબિનેટમાં વડાપ્રધાન નેતન્યાહૂ, વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝ અને વર્તમાન સંરક્ષણ પ્રધાન યોવ ગાલન્ટનો સમાવેશ થશે. બીજી તરફ, વિશ્વભરમાંથી હજારો ઇઝરાયલીઓ યુદ્ધમાં જોડાવા માટે તેમના વતન પરત ફરી રહ્યા છે. ગ્રીસથી ન્યૂયોર્ક સુધીના એરપોર્ટ પર ઈઝરાયલીઓની ભીડ છે. ઇઝરાયલના મીડિયા અનુસાર, સેનાએ અનામત સૈનિકોની સંખ્યા વધારીને 3.60 લાખ કરી દીધી, તેથી જ ઇઝરાયલીઓમાં સ્વદેશ પરત ફરવાની દોડ છે. બુધવારે ઇઝરાયલે ગાઝા પર રાતોરાત હુમલા કર્યા હતા, જેમાં લગભગ 51 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 2,427 લોકો માર્યા ગયા છે. તેમાંથી લગભગ 1,300 ઈઝરાયલી છે. અત્યાર સુધીમાં લગભગ 1,127 પેલેસ્ટિનિયનોએ પણ જીવ ગુમાવ્યા છે.
રક્ષામંત્રીએ કહ્યું- હવે યુદ્ધના તમામ નિયમો ખતમ, ગાઝાને 180 ડીગ્રીથી બદલાશે
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે કહ્યું- અમે યુદ્ધના તમામ નિયમો ખતમ કરી દીધા છે. અમારા સૈનિકો હવે કોઈપણ વસ્તુ માટે જવાબદાર રહેશે નહીં. તેમની સામે મિલિટરી કોર્ટમાં કોઈ કેસ નોંધવામાં આવશે નહીં. હમાસ ગાઝાને બદલવા માગે છે, અમે એને 180 ડીગ્રી બદલીશું. તેમને હંમેશાં એ વાતનો અફસોસ રહેશે કે ગાઝા ક્યારેય સમાન નહીં રહે.
યુનિટી ગવર્નમેન્ટ અને યુદ્ધ કેબિનેટ શું છે?
હમાસ વિરુદ્ધ ઇઝરાયલમાં યુદ્ધ કેબિનેટ અથવા યુનિટી ગવર્નમેન્ટની રચના કરવામાં આવી છે. આવું 1973 પછી પહેલીવાર બન્યું છે. યુનિટી ગવર્નમેન્ટ એટલે એવી સરકાર જેમાં તમામ પક્ષોનો સમાવેશ થાય છે. તે યુદ્ધ દરમિયાન બનાવવામાં આવે છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, વોર કેબિનેટમાં 3 સભ્યો છે.
ઓપરેશન અજયે ભારતીયોને બહાર કાઢવાનું શરૂ કર્યું
દરમિયાન ભારત સરકારે ઇઝરાયલમાં ફસાયેલા 18 હજાર ભારતીયોને બચાવવા માટે ઓપરેશન અજયની જાહેરાત કરી છે. આ માટેની પ્રથમ ફ્લાઈટ આજે રવાના થશે. આ દરમિયાન ભારતીય નૌકાદળ પણ મદદ માટે તૈયાર રહેશે. વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું- ભારત સરકાર ઓપરેશન અજય હેઠળ ભારતીયોને પરત લાવશે, જેને પાછા આવવું હોય તે આવી શકે છે.
ઈઝરાયલમાં ભારતીય રાજદૂતે કહ્યું હતું કે પ્રથમ ફ્લાઈટમાં રજિસ્ટર્ડ લોકોની માહિતી ઈ-મેલ કરવામાં આવી છે. અન્ય રજિસ્ટર્ડ લોકોની માહિતી આગામી ફ્લાઇટ માટે મોકલવામાં આવશે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઇઝરાયલમાં હાજર તમામ ભારતીયો સુરક્ષિત છે. ઇઝરાયલ પહોંચેલા ભારતીય પ્રવાસીઓએ દૂતાવાસને સલામત સ્થળાંતર માટે અપીલ કરી છે.
મહત્ત્વપૂર્ણ અપડેટ્સ…
- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ઈઝરાયલ પરના હુમલા અંગે વાત કરી હતી.
- અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બુધવારે ઇઝરાયલ જવા રવાના થયા છે. તેઓ આજે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ, રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ અને અન્ય અધિકારીઓને મળશે.
- ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 22 અમેરિકન નાગરિકોનાં મોત થયાં છે.
- ઈઝરાયલની વાયુસેનાએ કહ્યું છે કે તેમણે હમાસ કમાન્ડર મોહમ્મદ ડેઈફના પિતાના ઘર પર હુમલો કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ આ હુમલામાં ડેઈફના ભાઈનું મોત થયું હતું.
- ગાઝા પર ઈઝરાયલના હુમલામાં યુએનના 9 કર્મચારીઓ માર્યા ગયા છે.
- અમેરિકાનું પહેલું ટ્રાન્સપોર્ટ પ્લેન દારૂગોળા સાથે ઈઝરાયેલના નેવાટિમ એરબેઝ પર પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ બાઈડને ઇઝરાયલને બમણી સહાય કરવાની જાહેરાત કરી છે.
- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રથમ વખત યુદ્ધને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- આ યુદ્ધ અમેરિકન વિદેશ નીતિની નિષ્ફળતા છે. અમેરિકા પેલેસ્ટાઈનનાં હિતોની અવગણના કરી રહ્યું છે.
- ઈઝરાયલમાં ઘાયલોની સંખ્યા 2,900 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, ગાઝામાં 5,339 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલ પર ફોસ્ફરસ બોમ્બ ફાયર કરવાનો આરોપ
પેલેસ્ટાઈને ઈઝરાયલ પર ફોસ્ફરસ બોમ્બ ફેંકવાનો આરોપ લગાવ્યો છે. પેલેસ્ટાઈનની ન્યૂઝ એજન્સી ‘વફા’ અનુસાર, ઈઝરાયલની સેનાએ ગાઝાને અડીને આવેલા અલ-કરામા શહેર પર ઈઝરાયલ દ્વારા પ્રતિબંધિત ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બ જે વિસ્તારમાં પડે છે ત્યાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. તેના કણો એટલા નાના હોય છે કે તે માનવ શરીરમાં ઘૂસી જાય છે.
હમાસ વિરુદ્ધ ઇઝરાયલમાં યુદ્ધ કેબિનેટની રચના
હમાસ વિરુદ્ધ ઇઝરાયલમાં યુદ્ધ કેબિનેટની રચના કરવામાં આવી છે. આવું 1973 પછી પહેલીવાર બન્યું હતું. એટલે એવી સરકાર જેમાં તમામ પક્ષોનો સમાવેશ થાય છે. તે યુદ્ધ દરમિયાન બનાવવામાં આવે છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, વોર કેબિનેટમાં 3 સભ્યો છે.