ઈઝરાયલ, ગાઝામાં ધુમાડાના ગોટેગોટા ઉઠી રહ્યા છે. સતત બોમ્બ ધડાકા. ગનપાઉડરનો છંટકાવ કરતી ઈઝરાયેલી ટેક્ધો. ગાઝામાં છેલ્લા ચાર મહિનાથી આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતમ થઈ રહ્યું નથી.
બુધવારની સાંજે ઇઝરાયલે ફરી એકવાર મય ગાઝામાં નુસીરત રૅફ્યૂઝી કેમ્પમાં એક ઘર પર બોમ્બમારો કર્યો હતો. આમાં અનેક લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા હુમલા બાદનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ હુમલામાં ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળ્યા હતા. બીજો હુમલો ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીના દેર અલ-બાલાહમાં કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા ૨૯ લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. ઈઝરાયેલની સેનાએ પણ ખાન યુનિસ પર બોમ્બમારો ચાલુ રાખ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ૨૦ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી દળોએ દક્ષિણી શહેર રફાહમાં એક વાહન પર હુમલો કર્યો, જેમાં બે લોકોના મોત થયા.
આ સતત બોમ્બમારાથી ગાઝાના લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. આ દરમિયાન, એક પત્રકારનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં તેણે ગાઝામાં થઈ રહેલા ભારે બોમ્બમારાની કેટલીક તસવીરો કેપ્ચર કરવાનો દાવો કર્યો છે. આ વીડિયોમાં પત્રકાર પોતાનો જીવ બચાવવા દોડતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૨૯ હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. લાખો લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે.