ઈઝરાયેલે ગાઝા વિનાશ વેર્યો, હમાસના વડાના ૧૦ સંબંધીઓ સહિત ૨૬ના મોત

ઇઝરાયેલની સેનાએ ગાઝા સિટી પર ફરી એકવાર વિનાશ વેર્યો છે. આ હવાઇ હૂમલામાં બે મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જે બે શાળાઓએ શહેરના પૂર્વ અને પશ્ચિમમાં વિસ્થાપિત લોકોને આશ્રય આપ્યો હતો, અને એકમાં સભા ભરાય હતી. જેમાં ૨૬ પેલેસ્ટીની નાગરિકો માર્યા ગયા હતા. ઇઝરાયેલી જેટ વિમાનોએ શહેરની પશ્ર્ચિમે આવેલા અલ-શાતિ શરણાર્થી શિબિરમાં હનીયેડ પરિવારના ઘરને નિશાન બનાવીને અનેક મિસાઇલો છોડી હતી, જેના કારણે કેમ્પ જમીનદોસ્ત થઇ ગયો હતો, એમ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું. આ હૂમલામાં હમાસના પોલિટિકલ બ્યુરો ચીફ ઈસ્માઇલ હનીયેડની બહેન સહિત ૧૦ લોકોના મોત થયા હતા અને તેના પરિવારના ઘણા સભ્યો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.

ઇઝરાયેલના ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ પ્રોટેકશને આ અંગે એક નિવેદન બહાર પાડયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલી સુરક્ષા દળોએ ગાઝા સિટીની પૂર્વમાં અલ-દરરાજ વિસ્તારમાં એક શાળા અને શહેરની પશ્ર્ચિમમાં અલ-શાતિ શિબિરમાં બીજી શાળાને નિશાન બનાવી હતી. વળી, અલ-સુજૈયાના પાડોશમાં આવેલા અલ-જમીલી પરિવારના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, ક્રૂએ ૧૩ લોકોના મૃતદેહોને બહાર કાઢયા હત અને ઘણા ઘાયલ લોકોને બહાર કાઢયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

સ્થાનિક સૂત્રો અને પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી વિમાનોએ ગાઝા સિટીના પશ્ર્ચિમમાં પેલેસ્ટાઇનની સભા પરહૂમલો કર્યો હતો, જેમાં૩ લોકોના માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયેલ ડિફેન્સ ફોસસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝા પટ્ટીમાં શાતિ અને દારાઝ તુફાહમાં બે ઇમારતો પર હૂમલો કર્યો હતો. આ ઇમારતોનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ કરી રહ્યા હતા. આતંકવાદીઓ શાળાના પરિસરમાં જ કામ કરી રહયા હતા. શાળાના કંપાઉન્ડનો ઉપયોગ હમાસ દ્વારા તેની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઢાલ તરીકે કરવામાં આવતો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે અહીં સંતાયેલા આતંકવાદી ઇઝરાયેલની વિરૂદ્ઘ કેટલાક આતંકવાદી હૂમલાઓની યોજના બનાવવામાં સામેલ હતા. કેટલાક આતંકવાદી ગત વર્ષ ૭ ઓકટોબર ઇઝરાયેલમાં હૂમલાઓ કર્યા બાદ ત્યાંથી લોકોને બંધક બનાવવામાં સામેલ હતા.