ઇઝરાયેલની કાર્યવાહીમાં ગાજામાં કુલ ૧૦ હજાર લોકોના મોત, હમાસ હુમલાનો કમાન્ડર ઠાર

ગાઝા, હમાસના હુમલા પછી ઇઝરાયેલ પેલેસ્ટાઇનમાં શરુ કરેલી કાર્યવાહીમાં અત્યાર સુધી ૧૦ હજાર લોકોના મોત થયા છે. ઇઝરાયેલી સેનાએ ૭ સપ્ટેમ્બરના રોજ થયેલા હમાસ હુમલાના માસ્ટર માઇન્ડ કમાંડરને ઠાર મારવાના દાવો કર્યો હતો. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે પુષ્ઠી કરી હતી કે હમાસની બેટ લાહિયા બટાલિયનના કમાંડર હવે આ દુનિયામાં રહયો નથી.

આ કમાંડરે જ ઇઝરાયેલમાં હમાસ વતી હુમલાનું નેતૃત્વ કર્યુ હતું. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલમાં પ્રકાશિત સમાચાર મુજબ ઠાર મારવામાં આવેલા કમાંડરનું નામ નિસામ અબુ અજિના છે.અબુ અજીનાને હવાઇ હુમલાનો નિષ્ણાત માનવામાં આવતો હતો. પહેલા પણ ઇઝરાયેલ વિરુધના કાવતરા અને હુમલામાં સામેલ હતો. ઇઝરાયેલની સેનાએ પોતાના એક સૈનિકને હમાસના કબ્જામાંથી છોડાવવામાં સફળતા મળી છે.

હજુ ઇઝરાયેલના ૨૫૦ લોકોને હમાસે બંધક બનાવ્યા છે. ઇઝરાયેલી સેનાનું માનવું છે કે અબુ અજીનાનો અંત આવવાથી હમાસ નબળું પડયું છે. ઇઝરાયેલની સેના તરફથી ગ્રાઉન્ડ પરથી કરવામાં આવતા હુમલાની પ્રતિક્રિયા માટે સક્ષમ નહી હોય.ગાજાપટ્ટીના આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યુ છે કે ગાજાપટ્ટીમાં ૧૦ હજાર લોકોના જયારે ઇઝરાયેલના ૧૪૦૦ લોકોના મોત થયા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઇઝરાયેલના જબરદસ્ત કાર્યવાહી પછી પણ હમાસ સંગઠન સામે લડવું પડકારજનક છે. હમાસના આતંકીઓ સુરંગોમાં છુપાએલા છે તેમને સામાન્ય લોકોની સુરક્ષાની કોઇ જ પરવા નથી. હમાસનું માનવું છે કે ગાજાપટ્ટીના લોકોના રક્ષણ માટે યુનાઇટેડ નેશને આગળ આવવું જોઇએ.