ઈઝરાયેલના ૨૦ શહેરોમાં PM નેતન્યાહૂ સામે પ્રદર્શન:લોકોએ ’એન્ડ ઓફ ડોમોક્રેસી’ અને ’વિશ્ર્વ શાંતિ માટે સરકાર જોખમી’ના નારા લગાવ્યા

તેલ અવીવ૨,

ઈઝરાયેલમાં હજારો લોકો વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા ૫ સપ્તાહથી ચાલી રહેલા પ્રદર્શનમાં લોકો સરકાર સામે નારા લગાવી રહ્યા છે. આ પ્રદર્શન રાજધાની તેલ અવીવ સહીત ૨૦ શહેરોમાં ફેલાઈ ગયું છે. તેલ અવીવની સેન્ટ્રલ કલ્પન સ્ટ્રીટમાં લોકોના હાથમાં બેનરો પણ જોવા મળ્યા છે. જેના પર લખેલું છે- વિશ્ર્વ શાંતિ માટે નેતન્યાહૂ સરકાર જોખમી છે.

યેરુશલેમમાં વડાપ્રધાન નિવાસસ્થાનની બહાર લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોએ સરકાર સામે ‘ક્રિમિનલ ગવર્નમેન્ટ’ અને ‘ધી એન્ડ ઓફ ડેમોક્રેસી’ જેવા લારા લગાવ્યા. હાફિયા શહેરમાં પ્રદર્શનકારીઓના સમર્થનમાં તેમની વચ્ચે ઈઝરાયેલનાં પુર્વ વડાપ્રધાન યાર લાપિડ પણ હાજર હતા. આ દરમિયાન તેમણે કહ્યું- અમે અમારો દેશ બચાવીએ કારણ કે અમે એક બીનલોકશાહી દેશમાં રહેવા માંગતા નથી.તેલ અવીવમાં પ્રદર્શનકારીઓના હાથોમાં સત્તાધારી સરકારના નેતાઓના ફોટાવાળા બેનરો પણ નજરે પડ્યા. લોકોએ નારા લગાવ્યા, તમે કોનાથી ડરો છો?

ઈઝરાયેલ સરકારે સુપ્રીમ કોર્ટ બાબતે એક પ્રસ્તાવ જાહેર કર્યો છે. આ પ્રસ્તાવ પાસ થતા ઈઝરાયેલની સંસદને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ફેરફાર કરવાનો અધિકાર મળી જશે. તેને ‘આવરરાઈડ’ બિલ નામ આપવામાં આવ્યું છે. જો આ બિલ પાસ થઈ જાય છે તો સંસદમાં જેની પાસે પણ બહુમત હશે, તે સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી શકશે. લોકોનું કહેવું છે કે તેનાથી દેશમાં લોકશાહી અને સુપ્રીમ કોર્ટ નબળી પડી જશે.

ઈઝરાયેલની સરકાર સમલૈંગિક અને લઘુમતી જનસંખ્યા સામે ડિસ્ક્રિમિનેશન બિલ લાવી રહી છે. તેમાં ડોક્ટરો અને પ્રાઈવેટ કંપનીઓને અધિકાર હશે કે તેઓ એવા લોકોને સામાન, સેવા કે સારવાર ન આપે જે LGBTQ સુમુદાય અથવા લઘુમતીના હોય.

સરકાર વેસ્ટ બેંક કે પશ્ર્ચિમી છેડેથી પેલેસ્ટિનિયનોની વસાહતોને સેના દ્વારા હટાવવા માંગે છે. અહીં ઈઝરાયેલી વસાહતોનો વિસ્તાર કરવા માંગે છે. આ કારણે સંઘર્ષમાં વધારો થશે. એક ઘણું મોટું જોખમ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના હુમલાનું પણ છે. તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

લોકોએ વિરોધ કરતા ઈઝરાયેલના ઝંડા પણ લહેરાવ્યા હતા. પ્રદર્શન કરી રહેલા ૪૪ વર્ષીય દાનિયા શ્ર્વાર્ટજે કહ્યું- અમે ઈઝરાયેલના ઝંડાને રી-ક્લેમ કરી રહ્યા છીએ. ઘણાં વર્ષોથી આ ઝંડો દક્ષિણપંથી સરકારનું પ્રતિક રહ્યો છે. ઈઝરાયેલનો ઝંડો અમારો છે. તે દક્ષીણપંથી કે ડાબેરી હોવાનો સવાલ જ નથી. અને દેશભક્ત છીએ અને અને ઈચ્છીએ છીએ કે આ દેશ બન્યો રહે.