ઇઝરાયેલમાં લેબેનોનના એન્ટી ટેન્ક મિસાઇલ હુમલામાં એક ભારતીયનું મોત, બે અન્ય ઘાયલ

તેલઅવીવ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં લેબેનોન તરફથી છોડવામાં આવેલા એક એન્ટી ટેક્ધ મિસાઇલ હુમલામાં એક ભારતીયનું મોત થયું છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. સમાચાર એજન્સીએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે ઇઝરાયેલના ઉત્તરી સરહદી સમુદાય માર્ગાલિયટ પાસે એક બગીચામાં લેબેનોન તરફથી છોડવામાં આવેલી મિસાઇલ પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે ઉત્તરી ઇઝરાયેલમાં લેબેનોનમાં હિજબુલ્લાહ આતંકવાદીઓના એન્ટી ટેક્ધ મિસાઇલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયુ છે જ્યારે સાત અન્ય ઘાયલ થયા ચે. ઇઝરાયેલની ચેનલ અનુસાર મિસાઇલે માર્ગાલિયટ સમુદાયના એક બગીચામાં હુમલો કર્યો હતો જેની ઝપેટમાં આઠ ભારતીય શ્રમિક આવી ગયા હતા.

ઇઝરાયેલની મેગન ડેવિડ એડોમની બચાવ સેવાએ એક નિવેદનમાં કહ્યું કે આ હુમલામાં બે ભારતીય નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અન્યને સામાન્ય ઇજા થઇ છે. ઇઝરાયેલી સેન્ય પ્રવક્તા અનુસાર, ઇઝરાયેલ સેનાએ આ મિસાઇલ હુમલાનો ટેક્ધ અને તોપખાનાથી ગોળીબાર કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ-લેબેનોન સરહદ પર ૧૫૦ દિવસની લડાઇમાં આ હિંસા નવી છે.

લેબેનોનના મિસાઇલ હુમલામાં મૃતક વ્યક્તિ પટનીબિન મેક્સવેલ કેરળના કોલ્લમનો રહેવાસી હતો. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે તેના શબની ઓળખ જિવ હોસ્પિટલમાં કરવામાં આવી છે. અધિકારીઓ અનુસાર, આ હુમલામાં બુશ જોસેફ જોર્જ અને પોલ મેલ્વિન ઘાયલ થયા છે જેમણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીઓ અનુસાર, ’ચહેરા અને શરીર પર ઇજા થયા બાદ જોર્જને પેટા ટિકવાની બેલિન્સન હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે જ્યા તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. હવે તેની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. તે ભારતમાં પોતાના પરિવાર સાથે વાત કરી શકે છે.’ મહત્ત્વપૂર્ણ છે કે આ ગત વર્ષે નવેમ્બરમાં ઇઝરાયેલી સેનામાં પોતાની સેવા આપતા ભારતીય મૂળના એક સૈનિકનું મોત થયું હતું.