
ઇઝરાઇલ, ઈઝરાયેલમાં એક અઠવાડિયાથી ચાલી રહેલા ફ્લાયિંગ ટેક્સીના તમામ ટેસ્ટ સફળ રહ્યા છે. કુલ મળીને ૧૧ કંપનીઓએ આ ટેસ્ટ એક જ જગ્યાએ કર્યા હતા. આ દરમિયાન આ ડ્રોન ટેક્સીએ રણથી ખીણ તરફ ઉડાન ભરી હતી.

માત્ર એક ફ્લાઈટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ફ્લાયિંગ ટેક્સીએ કુલ ૨૨૦ કિલોગ્રામ વજન સાથે ૩૦ કિલોમીટર ઉડાન ભરી હતી. તેમાં બે લોકો હતા. કંપનીઓનો દાવો છે કે આ ફ્લાયિંગ ટેક્સીનું કૉમર્શિયલ ઉત્પાદન બે વર્ષમાં શરૂ થઈ જશે. તેનાથી ટ્રાફિક જામમાંથી ઘણી રાહત મળશે.
’ધ જ્યુઈશ ટાઈમ્સ’ અનુસાર – ઈઝરાયેલે લગભગ ૩ વર્ષ પહેલા નેશનલ ડ્રોન ઈનિશિએટીવ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ અંતર્ગત દેશની ૧૧ કંપનીઓને એક પ્લેટફોર્મ પર લાવીને ફ્લાયિંગ અથવા ડ્રોન ટેક્સી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.ફ્લાયિંગ એક્સપર્ટોએ તેને ’ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ’ નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે તેના ટેસ્ટ પહેલા વર્ષમાં જ સફળ થવા લાગ્યા હતા. આ પછી, વિવિધ ડિઝાઇન અને ક્ષમતા સાથે ઉડતી ટેક્સીઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલ સરકાર આ પરીક્ષણો વિશે વધુ વિગતો શેર કરવા માગતી નથી. તેના પરિવહન મંત્રી મીરી રેગેવે કહ્યું – અમારી ઘણી ટીમો સાથે મળીને કામ કરી રહી છે. તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રથમ ધ્યાન કૉમર્શિયલ ડ્રોન અને ફ્લાયિંગ ટેક્સીઓ પર છે. રેગેવે આગળ કહ્યું- દેખીતી રીતે, આ કામ બિલકુલ સરળ નથી. સલામતી અને ધોરણો ધ્યાનમાં રાખવાની જરૂર છે. એટલા માટે અમે અમારી સિવિલ એવિએશન ઓથોરિટીને પણ આમાં સામેલ કરી છે. પ્રથમ નાની કાર્ગો ફ્લાઈટ્સ ચલાવવામાં આવી હતી. હવે પેસેન્જર ફ્લાઈટ ટેસ્ટમાં જબરદસ્ત સફળતા મળી છે. પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં ઇં૧.૬ મિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે.ઈઝરાઇલે લગભગ ૧૯,૦૦૦ ફ્લાયિંગ અથવા ડ્રોન ટેક્સીઓનું સંચાલન કર્યું છે. જોકે, કોઈપણ કંપની ટેક્નોલોજી વિશે માહિતી આપવાનું ટાળી રહી નથી.
એક રિપોર્ટ અનુસાર ૩ વર્ષમાં આ ટેક્સીઓની ૧૯ હજારથી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેની ટેક્નોલોજીનું મુખ્ય રહસ્ય રાખવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણ બોટ કે જહાજથી ફ્લાઈટ સરળતાથી ઓપરેટ કરી શકાય છે.
આની બીજી ખાસ વાત એ છે કે આ ફ્લાયિંગ ટેક્સીઓ રાતના સમયે પણ સરળતાથી ટેકઓફ અને લેન્ડ કરી શકશે. આટલું જ નહીં જો કોઈ વસ્તુ કે પક્ષી તેમના રસ્તામાં આવે તો તેને સરળતાથી દૂર કરી શકે છે.
કોઈપણ ટેક્સીમાં રોટર કે પાંખો હશે નહીં. ત્યાં માત્ર ખૂબ જ નાની ગ્રિલ્સ હશે, જે પવનને કાપીને ટેક્સીને ઝડપથી ઉડવામાં મદદ કરશે. તેમની ટ્રાયલનો આગળનો તબક્કો થોડા મહિના પછી શરૂ થશે. પછી વધુ પેલોડ વહન કરવા અને અંતર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.