ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર,ગુંગલ ઓફિસમાંથી ૯ કર્મચારીઓની ધરપકડ કરાઇ

ન્યુયોર્ક, ગુંગલના કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગુગલ ઓફિસમાં ઘૂસીને પરિસરમાં વિરોધ કરી રહેલા કર્મચારીઓની ધરપકડ કરી હતી. ગૂગલના કર્મચારીઓ કંપનીના ન્યૂયોર્ક કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કંપની ઈઝરાયેલના સમર્થનમાં કામ કરી રહી છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર કેટલી વ્યાપક રીતે ફેલાઈ રહી છે તે જોઈ શકાય છે. તાજેતરમાં ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ અંગે બંને પક્ષના લોકો પોતપોતાના સ્તરેથી લોકોને સમર્થન આપી રહ્યા છે. હાલમાં ગૂગલના કર્મચારીઓનો આરોપ છે કે કંપની ઈઝરાયેલને સપોર્ટ કરી રહી છે.

કર્મચારીઓનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન કોઈપણ દેશને પોતાની ટેક્નોલોજી અને સુવિધાઓ આપવી કંપની માટે ખોટું છે. યુદ્ધ દરમિયાન આ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કંપની ઈઝરાયેલના સમર્થનમાં કામ કરી રહી છે.

ગૂગલના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રવક્તાનું કહેવું છે કે ઓફિસ કેમ્પસમાં આ પ્રકારનું વર્તન સહન કરી શકાય નહીં. કંપનીની નીતિનો વિરોધ કરનારા કર્મચારીઓ સામે પગલાં લેવાશે. આ એક્ટ માટે તમામ કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવી પડી શકે છે.