ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષ માનવજાત માટે કોઈ દુર્ઘટનાથી ઓછો નથી. આ સંઘર્ષે હજારો લોકોના જીવ લીધા છે એટલું જ નહીં પર્યાવરણ માટે પણ વિનાશક સાબિત થઈ રહ્યું છે. યુદ્ધના પ્રથમ ૧૨૦ દિવસમાં નાશ પામેલી ઇમારતોનું પુન:નિર્માણ ૬૦ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલું ઉત્સર્જન કરશે. આ યુદ્ધને કારણે ગાઝાનું પાણી, માટી અને હવા નાશ પામી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને વ્યાપક નુક્સાન થયું છે. આ સાથે, આસપાસના જીવનનું દરેક પાસું હવે કોઈને કોઈ સ્વરૂપે પ્રદૂષણથી ભરેલું છે, પ્રદૂષિત પાણી પુરવઠાથી લઈને સળગતી ઈમારતો અને મૃતદેહોમાંથી નીકળતા ઝેરી ધુમાડાથી ભરેલી હવા.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા આઠ મહિનામાં ગાઝામાં સંઘર્ષમાં ૩૭,૩૪૭ લોકોના મોત થયા છે. ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં ૮૫,૩૭૨ લોકો ઘાયલ થયા છે. આ સંઘર્ષને કારણે અત્યાર સુધી લાખો લોકોને વિસ્થાપનની પીડા સહન કરવી પડી છે. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં લગભગ ૧,૬૦૦ લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા ૧૪ હજારની નજીક પહોંચી ગઈ છે. અભ્યાસ સાથે સંકળાયેલા સંશોધક પેટ્રિક બિગર કહે છે કે સશ સંઘર્ષો વિશ્ર્વને વિનાશક ગરમીની અણી પર ધકેલી રહ્યા છે. આ અહેવાલમાં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (ેંદ્ગહ્લઝ્રઝ્રઝ્ર) દ્વારા સૈન્ય ઉત્સર્જનની તાત્કાલિક જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી સંઘર્ષની આબોહવાની અસરોને વધુ સારી રીતે સમજવા અને મર્યાદિત કરી શકાય.
એક અહેવાલ અનુસાર, ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષના પ્રથમ ૧૨૦ દિવસમાં ઉત્સર્જન લગભગ ૨૬ દેશોના વાષક ઉત્સર્જન કરતાં વધુ હતું. તે જ સમયે, જો આ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલ અને હમાસ દ્વારા કરવામાં આવેલ બાંધકામને પણ તેમાં સામેલ કરવામાં આવે તો આ ઉત્સર્જન ૩૬ દેશોના કુલ ઉત્સર્જન કરતા વધુ છે. રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીના પ્રથમ ૧૨૦ દિવસમાં સરેરાશ ૫,૩૬,૪૧૦ ટન કાર્બન ડાયોક્સાઇડ યુદ્ધના કારણે સીધો ઉત્સજત થયો હતો, જે વધીને ૬,૫૨,૫૫૨ ટન થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન મોટા પાયે બોમ્બ ધડાકા, રોકેટ હુમલાઓ અને જાસૂસી લાઇટ્સ સહિત લશ્કરી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
આમ, વૈશ્ર્વિક કાર્બન ઉત્સર્જનના લગભગ સાડા દસ ટકા માટે લશ્કરી સંઘર્ષો જવાબદાર છે, તેમ છતાં આ ઉત્સર્જનની વારંવાર જાણ કરવામાં આવતી નથી, અભ્યાસના તારણમાં જણાવાયું છે. આવી સ્થિતિમાં, સંશોધકોએ આબોહવાની ગણતરીમાં આ ઉત્સર્જનને ટ્રેક કરવા અને તેનો સમાવેશ કરવા પર ભાર મૂક્યો છે.લંડનની ક્વીન મેરી યુનિવસટી સાથે સંકળાયેલા પ્રોફેસર અને મુખ્ય સંશોધક ડો.બેન્જામિન નેમાર્ક કહે છે કે જ્યારથી વિશ્ર્વ આબોહવા પરિવર્તન અને લશ્કરી સંઘર્ષના બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, યુદ્ધની પર્યાવરણીય અસરોને સમજવી અને ઘટાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.