વોશિગ્ટન, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને તરફથી થયેલા હુમલામાં અત્યાર સુધીમાં ૧૩૦૦ લોકોના મોત થયા છે. જ્યારે ૧ લાખ લોકો વિસ્થાપિત થયા છે. આ દરમિયાન ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર સંપૂર્ણ ઘેરાબંધી કરવાની જાહેરાત કરી છે. જો કે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આનાથી નિરાશ દેખાયા હતા. તેમણે કહ્યું કે હમાસના હુમલા બાદ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધીથી તે ખૂબ જ વ્યથિત છે. “આ દુશ્મનાવટ પહેલા, ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી,” ગુટેરેસે પત્રકારોને કહ્યું. “હવે તે ઝડપથી બગડશે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે હમાસના નિયંત્રણ હેઠળની ગાઝા પટ્ટી સામેના પગલાંને ‘સંપૂર્ણ ઘેરાબંધી’ સુધી વધારી દેવામાં આવ્યા છે, જેમાં ખોરાક અને ઇંધણના પ્રવેશ પર પ્રતિબંધ પણ સામેલ છે. ઈઝરાયેલે તેને ‘જાનવરો’ સામેની લડાઈનો ભાગ ગણાવ્યો હતો.
૨૦૦૭ માં હમાસે પેલેસ્ટિનિયન દળો પાસેથી સત્તા કબજે કરી ત્યારથી ઇઝરાયેલ અને ઇજિપ્તે ગાઝા પર વિવિધ સ્તરે નાકાબંધી લાદી છે. “અમે સમુદાયોને નિયંત્રિત કરીશું,” લશ્કરી પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું. જો કે આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ હોઈ શકે છે.ઈઝરાયેલે લશ્કરી કાર્યવાહી બાદ હમાસ પાસેથી ચાર સ્થળો પર નિયંત્રણ મેળવવા માટે વિશેષ દળો તૈનાત કર્યા છે. ઇઝરાયેલના મુખ્ય સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે સૈનિકોએ તે સમુદાયો પર ફરીથી નિયંત્રણ સ્થાપિત કર્યું છે. સંપૂર્ણ ઘેરાબંધી હેઠળ, ઇઝરાયલે તેના લાખો સૈનિકોને ગાઝા પટ્ટીની નજીક સરહદ પર તૈનાત કર્યા છે. ઈઝરાયેલના સૈનિકોની સાથે ટેક્ધ અને બખ્તરબંધ વાહનો પણ સરહદ પર ગયા છે