ઈઝરાયેલ સાથે તણાવ વચ્ચે ઈરાનમાં ૨૯ લોકોને ફાંસી આપવામાં આવી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર દુનિયાની નજર છે ત્યારે ઈઝરાયેલે લગભગ ૨૯ લોકોને ફાંસી આપી છે. રાજધાની તેહરાનની નજીકની બે જેલોમાં આ સામૂહિક સજા એક જ દિવસમાં આપવામાં આવી છે. આ સમાચાર સૌ કોઇ માટે આઘાતજનક છે.

નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ૨૬ કેદીઓને ગેઝેલહેઝર જેલમાં અને ત્રણને કરજ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. એચઆરએનજીઓના ડિરેક્ટર મહમૂદ અમીરી-મોગદ્દામ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ઇસ્લામિક રિપબ્લિક દેશમાં કેદીઓને સામૂહિક ફાંસી આપવા અને ઇરાનમાં દમનને વધુ તીવ્ર બનાવવા ઇઝરાયેલ સાથેના તેના તણાવ તરફ વૈશ્ર્વિક યાનનો લાભ લઈ રહ્યું છે.

ઈઝરાયેલ-ઈરાન તણાવ પર સમગ્ર વિશ્ર્વની નજર છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન દેશની અંદર માનવાધિકારને દબાવવા માટે આનો ફાયદો ઉઠાવી રહ્યું છે. ફાંસી આપવામાં આવેલા ૨૯ લોકોમાંથી ૧૭ને હત્યાના આરોપમાં, સાતને ડ્રગ સંબંધિત આરોપોમાં અને ત્રણને બળાત્કારના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. એચઆરએનજીઓએ પણ કહ્યું કે તેમને વધુ બે મહિલાઓને ફાંસી આપવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી એચઆરએનજીઓએ વધુમાં જણાવ્યું કે ઈરાનમાં ૬ જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ એક મહિનામાં ઓછામાં ઓછા ૮૭ લોકોને ફાંસી આપવામાં આવી છે. ૨૦૨૪ માં ફાંસી આપવામાં આવનાર લોકોની કુલ સંખ્યા ૩૩૮ પર પહોંચી ગઈ છે.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અનુસાર ઈરાને ૨૦૨૩માં ૮૫૩ લોકોને મોતની સજા સંભળાવી હતી. જે છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે અહેવાલ આપ્યો છે કે ૨૦૨૩ માં મૃત્યુદંડની સજાના ૬૪ ટકા એવા ગુનાઓ માટે હતા જેના માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં મૃત્યુદંડની કોઈ જોગવાઈ નથી, જેમાં ડ્રગ સંબંધિત ગુનાઓ, લૂંટ અને જાસૂસીનો સમાવેશ થાય છે.