ITR નાણાકીય વર્ષ 2023-24 : ઈનકમ ટેક્સ રિર્ટન ભરવાનો હોય તો ખાસ જાણી લેજો આ વાત….

CBDTએ ઈનકમ ટેક્સ રિટર્નનાં ફોર્મ જારી કર્યાં

આ વખતે 3 મહિના પહેલા જ ફોર્મ 1-4 જાહેર કર્યાં

50 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટેનાં ITR ફોર્મ

નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મ 1-4 જાહેર કર્યાં છે. આ વખતે નાણાકીય વર્ષ પૂર્ણ થવાનાં 3 મહિના પહેલા જ ફોર્મ જારી કરવામાં આવ્યાં છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિઝે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મ જારી કરી દીધાં છે. આ વખતે ફોર્મ નાણાકીય વર્ષ પૂર્ણ થવાનાં 3 મહિના પહેલાં અને ITR ફોર્મ 1 અને 4 ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ 2024થી 7 મહિના પહેલા ફોર્મ જાહેર કરી દીધાં છે.  

સરકારે આ નોટિફિકેશન 22 ડિસેમ્બરનાં જારી કરી છે. ગતવર્ષે સરકારે બજેટ રજૂ કર્યા બાદ ફેબ્રુઆરી 2023માં ITR ફોર્મ જારી કર્યાં હતાં. ચાલુ નાણાકીય વર્ષનો અંત 31 માર્ચ 2023નાં રોજ થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેક્સ ભરનારાઓને અત્યારથી પોતાની આવક ગણવામાં મુશ્કેલી થશે. પણ આ ITR-1 એ લોકો માટે છે જેની તમામ સ્ત્રોતોમાંથી કુલ આવક 50 લાખથી વધારે નહીં થઈ શકે.

આ ટેક્સ સ્ટ્રક્ચર અંતર્ગત આવનારી સેલેરી, એક પ્રોપર્ટીથી થતી આવક કે વ્યાજ તેમજ ડિવિડેંડથી થનારી આવક અને કૃષિથી 5000 સુધીની આવક લેનારા લોકો આ ફોર્મનો ઉપયોગ કરી શકશે. જો કે કોઈ કંપનીમાં ડાયરેક્ટર, ગેર લિસ્ટેડ કંપનીઓનાં શેરમાં રોકાણ કરી ચૂકેલા લોકો, કલમ 194N અંતર્ગત આવનારા લોકો, કેપિટલ ગેસ અને 2 સંપત્તિઓથી જેમની આવક થઈ રહી છે તે લોકો આ ફોર્મનો ઉપયોગ નહીં કરી શકે.

વર્ષ 2023નાં બજેટમાં નવાં ટેક્સ સ્ટ્રક્ચરને ડિફોલ્ટ ટેક્સ રિઝીમ બનાવી દેવામાં આવ્યું હતું. તેથી જો તમે જૂનાં ટેક્સ સ્ટ્રક્ચરમાં રહેવા ઈચ્છો છો તો નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફોર્મ ભરતાં સમયે તમારે ઓલ્ડ ટેક્સ રિજીમને સિલેક્ટ કરવું પડશે. જો આવું નહીં કરો તો ટેક્સની ગણતરી નવા રિઝીમનાં ઈનકમ ટેક્સ સ્લેબનાં હિસાબે થશે.

નાણાકીય વર્ષ 2022-23 અથવા મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે કરદાતાઓને ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. જો કે, જે કરદાતાઓના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર છે તેમને વધુ સમય મર્યાદા આપવામાં આવશે.
સીબીડીટીએ ફેબ્રુઆરી 2023ની શરૂઆતમાં આવકવેરા રિટર્ન ફોર્મની સૂચના જારી કરી હતી. સામાન્ય રીતે આ પ્રક્રિયા એપ્રિલ મહિનામાં કરવામાં આવે છે.

FIR Against Vivek Bindra : પત્નીએ લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ.

આ વર્ષે આવકવેરા રિટર્ન ફોર્મમાં કોઈ મોટો ફેરફાર નથી. ITR ફોર્મમાં એક માત્ર ફેરફાર એ છે કે કરદાતાઓ માટે ક્રિપ્ટો અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ટ્રાન્ઝેક્શનને લગતી માહિતી જાહેર કરવી ફરજિયાત છે. આવકવેરા કાયદામાં સુધારાએ 1 એપ્રિલ 2022થી ક્રિપ્ટો અને અન્ય વર્ચ્યુઅલ અસ્કયામતો કરપાત્ર બનાવી છે. ક્રિપ્ટો અને વર્ચ્યુઅલ પ્રોપર્ટી ટેક્સેશનની પણ જાહેરાત કરવામાં આવી છે.