નવીદિલ્હી, ૨૪ ઓક્ટોબરની સાંજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બોલિવૂડ સ્ટાર કંગના રનૌતે દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓનું દહન કર્યું હતુ. આ કાર્યક્રમના ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાએ રાવણના પૂતળાનું દહન કર્યું હતુ. ફટાકડા પર સરકારના પ્રતિબંધના કારણે ૮ ટ્રેક ડીજીટલ ડોલ્બી સાઉન્ડ સીસ્ટમની મદદથી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. બોલિવૂડ સ્ટાર કંગના રનૌતને જોવાનો ક્રેઝ એટલો બધો હતો કે રામલીલા કમિટી તરફથી પોલીસની સાથે ૧૪૦ બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા હતા.
સમિતિ તરફથી પ્રમુખ અર્જુન કુમાર સાથે સુભાષ ગોયલ, મહાસચિવ, અધ્યક્ષ પવન ગુપ્તા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ સત્ય ભૂષણ જૈન, સૌરવ ગુપ્તાએ દિલ્હીના લેફ્ટનંટ ગવર્નર વિનય કુમાર સક્સેના, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીને રામલીલા, રામ નવમીનું પ્રતીક અર્પણ કર્યું હતુ. અભિનેત્રી કંગના રનૌત. તેમને શક્તિના પ્રતીક એવા રામ નામનો ‘પટકા’ અને ગદા ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
૨૪ ઓક્ટોબરની સાંજે દશેરાના ખાસ અવસર પર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં લવ કુશ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતુ. કંગના રનૌત અહીં રાવણ દહન માટે આવવાની હતી. પરંતુ તેના આગમન પહેલા જ અભિનેત્રી સમક્ષ રાવણનું પૂતળું પડી ગયુ હતુ. કંગના રનૌત જ્યારે તીર-કમાન લઈને મંચ પર આવી ત્યારે તેની ભારે મજાક ઉડી હતી. તે તીરને કમાનમાંથી સફળતાપૂર્વક છોડી શકી ના હતી. મંચ પર હાજર લોકોએ તેને તીર છોડવામાં મદદ પણ કરી હતી.
અભિનેત્રીના આગમન પહેલા જ રામ લીલા મેદાનમાં લગાવવામાં આવેલ રાવણના પૂતળુ પડી ગયુ હતુ. પૂતળાની તસવીરો પણ સામે આવી હતી. જેમાં તે જમીન પર પડેલુ જોવા મળે છે. બાદમાં સમિતિના લોકો દ્વારા તેમને પુન:સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.