દાહોદ, પ્રવેશ સત્ર ઓગષ્ટ 2023 અન્વયે ઔધોગિક તાલીમ સંસ્થા ઝાલોદ, જી. દાહોદ ખાતે ચાલતા જુદા જુદા વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે લગતા વળગતા પ્રવેશ વાચ્છુઓએ online પ્રવેશ ફોર્મ રોજગાર અને તાલીમ નિયામક ગાંધીનગર ખાતાની વેબસાઈટ https://itiadmission.gujarat.govt.inપરથી ફોર્મ ભરી online રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની ફી રૂા.50/- ભરવાની રહેશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ તારીખ-25/06/2023 સુધીમાં ભરી શકાશે. વધુ માર્ગદર્શન માટે સંસ્થા ખાતેના હેલ્પ સેન્ટરનો રૂબરૂમાં સંપર્ક કરવો. આથી ઔધોગિક તાલીમ સંસ્થા ઝાલોદના આચાર્યની યાદીમાં જણાવવામાં આવે છે.