દાહોદ, આગામી તા.7મી મેના રોજ રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એ માટે જીલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સિંગવડ ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા મતદારો અને ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ભાગીદારી રહી હતી.
આ અવસરે મામલતદાર જી.કે.શાહ એ જણાવ્યું કે એ મતદાનની પવિત્ર ફરજ સમજીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.