નડિયાદ,\શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે ઉનાળુ વેકેશન દરમિયાન શાળાના ધોરણ-8 કે તેથી વધુ અભ્યાસ કરતા વિધાર્થીઓને વોકેશનલ તાલીમ આપવા હેતુ ‘સમર સ્કીલ’ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. 13 જૂન થી 15 જૂન દરમિયાન દરરોજના પાંચ કલાક સુધી સમર સ્કીલ વર્કશોપ અંતર્ગત વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈ. પલાણા ખાતે તાલીમ આપવામાં આવશે. સમર સ્કીલ વર્કશોપમાં પ્રવેશ ઈચ્છુક તાલીમાર્થીઓને માર્ગદર્શન અને ઓનલાઇન ફોર્મ ભરવા સંસ્થાના સમય 11:00 થી 05:00 કલાક દરમ્યાન જરૂરી આધારા પુરાવા સાથે સંપર્ક કરવા ઓદ્યોગિક તાલીમ સંસ્થા પલાણા દ્વારા જણાવવામાં આવે છે.