ઔધોગિક તાલીમ સંસ્થા, ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ-2024 થી શરુ થનાર પ્રથમ રાઉન્ડના પ્રવેશ માટે તા.01/04/2024 થી ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ કરવામાં આવેલ છે. પ્રવેશ ફોર્મનું રજીસ્ટ્રેશન તેમજ સ્વીકારવાની પ્રકિયા કામગીરી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ પ્રવેશ ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે ખેડા જીલ્લાની નજીકની ઔધોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાની તથા રજીસ્ટેશન કરવાની છેલ્લી તારીખ 30/06/2024 રાખવામાં આવે છે એમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ, સંસ્થા પલાણાની અખબારી યાદીમાં જણાવેલ છે.