- પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે ખેડા જીલ્લાની નજીકની ઔધોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરી શકશે
ખેડા,ઔધોગિક તાલીમ સંસ્થા, પલાણા ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ-2024 થી શરુ થનાર પ્રથમ રાઉન્ડ ના પ્રવેશ માટે તા. 01/04/2024 થી ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરુ કરવામાં આવેલ છે. પ્રવેશ ફોર્મનું રજીસ્ટેશન તેમજ સ્વીકારવાની પ્રક્રિયા કામગીરી ચાલુ હોઈ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે ખેડા જીલ્લાની નજીકની ઔધોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ ફોર્મ ઓન લાઇન ભરવાની તથા રજીસ્ટેશન કરવાની છેલ્લી તા. 13/06/2024 રાખવામાં આવે છે એમ આચાયેશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા પલાણાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.