દાહોદ,
ભારત સરકાર દ્વારા નેશનલ એપ્રેન્ટીસ/પ્લેસમેન્ટ મેળા 2023 અંતર્ગત સમગ્ર દેશમાં તા. 13/02/2023 નારોજ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરાયું છે ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ દ્વારા આગામી તા. 13 નારોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીમખેડા ખાતે સવારે 10:00 કલાકેથી જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ/પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાશે.
ભરતી મેળામાં જીલ્લાના વિવિધ એકમો તેઓંની એપ્રેન્ટીસશીપ વેકેન્સી સાથે હાજર રહેનાર છે. આઈ.ટી.આઈ ફિટર, મીકે.ડિઝલ, મીકે.મોટર વ્હીકલ, વાયરમેન, વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન, કોપા ટ્રેડના પાસ આઉટ તાલીમાર્થીઓ તેમજ બી.એ. તથા બીએસ.સી કરેલ ઈચ્છુક ઉમેદવારોએ તેઓંના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોઅસલ તેમજ પ્રમાણિત નકલ, આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સ્થળ અને સમય પર રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. વધુમાં ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન DGTની વેબસાઈટ https://dgt.gov.in/appmela2022/પર જઈને કરાવવાનું રહેશે.