આઈ.ટી.આઈ, દાહોદ ખાતે સમર સ્કીલ વર્કશોપનો શુભારંભ

દાહોદ, તા.29/05/2023 નારોજ આઈ.ટી.આઈ, દાહોદ ખાતે સમર સ્કીલ વર્કશોપનો શુભારંભ કરવામાં આવ્યો. સંસ્થાના આચાર્ય ડી પી મકવાણા ધ્વારા સમર સ્કીલ વર્કશોપ અંતર્ગત આસપાસના વિસ્તાર માંથી આવેલ વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ વાલીઓને આઈ.ટી.આઈ.નું મહત્વ તેમજ અલગ અલગ ટ્રેડની સ્કીલ તેમજ કારકિર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રથમ દિવસે અલગ અલગ શાળાના અંદાજીત 400 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને અલ્પહાર અને અભ્યાસને ઉપયોગી કીટ પણ આપવામાં આવી હતી.