ઇટાલીમાં ૨૦૦૦ વર્ષ જુની મૂતઓ મળી આવી,સોનાના સિક્કાથી ઢંકાયેલા ભગવાન મળ્યા

સિએના,

પુરાતત્વ વિદોએ પાણીમાં ખુબ સારી રીતે સંરક્ષિત બે ડઝનથી વધુ કાંસ્યાની ગ્રીક રોમન દેવતાઓની મૂતઓને શોધી કાઢી છે.કહેવાય રહ્યું છે કે આ મૂતઓ ૨ હજાર વર્ષથી વધુ જુની છે ખોદકામમાં મળેલી મૂતઓને નિષ્ણાંતો સનસનીખેજ શોધ બતાવી રહ્યાં છે.આ મૂતઓ ઇટાલીના સિએના પ્રાંતના ટસ્કની વિસ્તારમાંથી મળી છે.આ શહેર રોમથી લગભગ ૧૬૦ કિમી ઉત્તરમાં છે આ વિસ્તારમાં વર્ષ ૨૦૧૯થી જ એક પ્રાચીન સ્નાનાગારના ખંડેરને પુરાતત્વવિદ એકસપ્લોયર કરી રહ્યાં છે.

સિએનાના યુનિવસટી ફોર ફોરિનર્સના આસિસ્ટેંટ પ્રોફેસર જૈકોપો તબોલી આ ખોદકામને કોઓડનેટર કરી રહ્યાં છે.તેમણે કહ્યું કે આ એક ખુબ જ મહત્વપૂર્ણ અને અસાધારણ શોધ છે.કલ્ચર મિનિસ્ટ્રીના એક ટોચના અધિકારી માસ્સિમો ઓસાનાએ આ મૂતઓની શોધને પ્રાચિન ભૂમયસાગરીયના ઇતિહાસની સૌથી મોટી અદ્ભૂત શોધમાંથી એક બતાવી છે.ઓસાનાએ તેને રિયાસ બ્રોન્જની શોઘ બાદની સૌથી મહત્વપૂર્ણ બતાવી છે.તે દરમિયાન પ્રાચીન યુનાની યોદ્ધાઓની એક વિશાળ જોડી મળી હતી વર્ષ ૧૯૭૨માં ઇટાલીના એક દરિયા કિનારેથી તેને કાઢવામાં આવી હતી.

તબોલીએ કહ્યું કે હાઇજીયા,અપોલો અને બીજા ગ્રીક રોમન દેવતાઓની આ મૂતઓને પહેલા મંદિરોમાં સજાવી રાખવામાં આવતી હતી પરંતુ લાગે છે કે પહેલી શતાબ્દી દરમિયાન જ એક ધામક અનુષ્ઠાનમાં તે મૂતઓને ગરમ પાણીમાં વિસજત કરી દેવામાં આવી હતી તેમણે કહ્યું કે તે મૂતઓને પાણીમાં એટલા માટે વિસજત કરી દેવામાં આવતી હતી કારણ કે તેમને એ આશા હતી કે જળથી તેમને પણ કંઇક મળશે

કલ્ચર મિનિસ્ટ્રીએ કહ્યું કે તે પ્રાચીન ટસ્કનીમાં મોટા પરિવર્તનોના દોરમાં હતું કારણ કે આ દરમિયાન જ એટ્રસ્કેનના શાસનનું પતન થઇ રહ્યું હતું અને રોમન શાસન શરૂ થઇ ગયું હતું.તબોલીએ કહ્યું કે આ મૂતઓ લગભગ છ હજાર કાસ્ય,ચાંદી અને સોનાના સિક્કાથી ઢંકાયેલ હતી સ્ૌન કેસિયાનોના ગંદા પાણીમાં તેને સંરક્ષિત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે પુરાતત્વવિદોએ કહ્યું કે તેમની ટીમને ૨૪ મોટી મૂતઓ મળી છે આ ઉપરાંત કાસ્યની બનેલ અનેક અન્ય પણ નાની મોટી મૂતઓ મળી છે.