- શેરબજારમાં આજે જોરદાર ઘટાડો
- 677 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે
- આઇટી શેરોમાં જોરદાર ઘટાડો
શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડા પાછળ સૌથી મોટો હાથ IT શેરોનો છે. શેરબજાર ખુલ્યાની પાંચ મિનિટ બાદ BSE સેન્સેક્સ 677.86 પોઈન્ટ અથવા 1.01 ટકાના ઘટાડા સાથે 59,753.14 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમાં 677 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSEનો નિફ્ટી 200 પોઈન્ટ અથવા 0.86 ટકાના ઘટાડા સાથે 17,628 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આઇટી શેરોમાં જોરદાર ઘટાડો
આ સાથે જ આજે આઈટી ઈન્ડેક્સમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ઈન્ફોસિસના શેરમાં 10 ટકાથી વધુનો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ટેક મહિન્દ્રાનો શેર 7 ટકાથી વધુ ઘટ્યો તો વિપ્રો, HCL ટેકમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ TCSના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.નોંધનીય છે કે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 13 શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બીજી તરફ NSE નિફ્ટીના 50માંથી 28 શેરોમાં તેજી જોવા મળી રહી છે.