
નવીદિલ્હી,વોટસએપએ વધુ એક મોટુ એક્શન લીધુ છે. જેના હેઠળ લગભગ ૭૬ લાખ વોટસએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ૧ ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી સુધી લગભગ ૭૬,૨૮,૦૦૦ વોટસએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. તેમાંથી ૧૪,૨૪,૦૦૦ એકાઉન્ટને હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યા છે.
મેટા ઓન્ડ વોટસએપએ કહ્યું છે કે તેમની તરફથી આઈટી નિયમ ૨૦૨૧ના ઉલ્લંઘનના આરોપ ફેબ્રુઆરી મહિનામાં ૭૬ લાખ ઉરટ્ઠંજછ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મેસેજિંગ પ્લેટફોર્મ વોટસએપને ભારતમાં લગભગ ૫૦૦ મિલિયનથી વધારે યુઝર્સ છે. રિપોર્ટ્સ અનુસાર ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ ૧૬,૬૧૮ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે જ રેકોર્ડ સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી. તેના પહેલા જાન્યુઆરી મહિનામાં ૬૭,૨૮,૦૦૦ વોટસએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા હતા.
જો તમારૂ એકાઉન્ટ ભૂલથી બેન થઈ ગયું હોય તો તમે વોટસએપ ઈમેલ કરીને રિવ્યૂ રિક્વેસ્ટ કરી શકો છો. આમ કરવા પર તમને એસએમએસથી ૬ ડિજિટ રજીસ્ટ્રેશન કોર્ડ નોંધવાનો રહેશે. તેના બાદ તમને ફરિયાદની સામે અમુક ડોક્યુમેન્ટ દાખલ કરવાના રહેશે.