આઇટી અને મીડિયાના શેરમાં મોટો ઉછાળો, લીલા નિશાન પર બજાર બંધ

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૫૬ ટકા અથવા ૪૪૩ પોઇન્ટના વધારા સાથે ૭૯,૪૭૬ પર બંધ થયો હતો. તે આજે મહત્તમ ૭૯,૫૬૧ પર ગયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૯ શેર લીલા નિશાન પર અને ૧૧ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૪૭ ટકા અથવા ૧૧૨ પોઇન્ટના વધારા સાથે ૨૪,૧૨૩ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૩૧ શેર લીલા નિશાન પર અને ૧૯ શેર લાલ નિશાન પર હતા.

નિફ્ટી પેકના શેરની વાત કરીએ તો સોમવારે સૌથી વધુ ટેક મહિન્દ્રામાં ૨.૯૯ ટકા, વિપ્રોમાં ૨.૩૪ ટકા, બજાજ ફાઇનાન્સમાં ૨.૧૭ ટકા, ગ્રાસિમમાં ૨.૦૬ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૯૯ ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, સૌથી વધુ ઘટાડો એનટીપીસીમાં ૨.૧૦ ટકા, અપોલો હોસ્પિટલમાં ૦.૮૨ ટકા,એસબીઆઇમાં ૦.૭૫ ટકા, આઇશર મોટર્સમાં ૦.૭૫ ટકા અને ડૉ. રેડ્ડીઝમાં ૦.૭૧ ટકા નોંધાયો હતો.

સોમવારે સૌથી વધુ ઉછાળો મીડિયા અને આઈટી શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટી મીડિયામાં સૌથી વધુ ૨.૪૨ ટકા અને નિટી આઇટીમાં ૧.૯૭ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી બેક્ધમાં ૦.૪૪ ટકા, નિફ્ટી ઓટોમાં ૦.૪૯ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ૦.૯૦ ટકા, એફએમસીજીમાં ૦.૭૦ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૭૦ ટકા, નિફ્ટી ફાર્મામાં ૦.૧૪ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધમાં ૦.૫૨ ટકા, ૦.૫૧ ટકા. નિફ્ટી હેલ્થકેર ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૮૦ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૦.૩૮ ટકા અને નિફ્ટી મિડસ્મોલ કેપ હેલ્થકેર ૦.૮૩ ટકા વધ્યા હતા. આ સિવાય નિફ્ટી પીએસયુ બેક્ધમાં ૦.૭૬ ટકા અને નિફ્ટી રિયલ્ટીમાં ૦.૩૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.