- ભાગવતે મુસ્લિમો, ઈસ્લામ અને એલજીબીટી સમુદાય વિશે ઘણી મોટી વાતો કહી છે.
નવીદિલ્હી,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમો, ઈસ્લામ અને એલજીબીટી સમુદાય વિશે ઘણી મોટી વાતો કહી છે. જે હાલમાં ચર્ચામાં છે. તેમણે કહ્યુ કે હિંદુ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા અને સહુને પોતાના માનવા તેમજ સાથે લઈને ચાલવાની પ્રવૃત્તિ છે અને ઈસ્લામને દેશમાં કોઈ જોખમ નથી પરંતુ તેમણે ’અમે મોટા છીએ’નો ભાવ છોડવો પડશે. ’માનવતાના અસ્તિત્વના સમયથી છે એલજીટી સમુદાયના લોકો’ આરએસઆર પ્રમુખ મોહન ભાગવતે ઑર્ગેનાઈઝર અને પાંચજન્યને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતો કહી. અહીં તેમણે એલજીબીટી સમુદાયનુ પણ સમર્થન કર્યુ. તેમણે કહ્યુ કે આવા લોકો હંમેશાથી અસ્તિત્વમાં છે, માનવતાના અસ્તિત્વના સમયથી આ લોકો અસ્તિત્વમાં છે. તે જીવવાની એક જૈવિક રીત છે. અમે ઈચ્છીએ છીએ કે આવા લોકો માટે પણ પર્સનલ સ્પેસ હોવી જોઈએ જેથી આ લોકોને પણ લાગે કે તેમનુ પણ સમાજમાં પોતાનુ સ્થાન છે. આ બહુ સામાન્ય સમસ્યા છે. આપણે આ અભિગમને આગળ વધારવાની જરૂર છે કારણ કે તેને ઉકેલવાની અન્ય તમામ રીતો નિરર્થક હશે.
મોહન ભાગવતે સાચા હિંદુત્વ વિશે આ કહ્યુ મોહન ભાગવતે કહ્યુ કે, ’સમગ્ર વિશ્ર્વમાં હિન્દુઓમાં જોવા મળેલી આક્રમક્તા સમાજ માટે જાગૃતિનુ કારણ બની રહી છે. ઘણા લોકોએ એલજીબીટી વિશે વાત કરી છે. આ કારણે જ હિન્દુ સમાજ જાગૃત થયો છે. ઈતિહાસ લખવાનુ શરૂ થયુ ત્યારથી ભારત એક છે પરંતુ જ્યારે પણ હિંદુઓ પોતાની જાતને ભૂલી ગયા છે ત્યારે તેને વિભાજિત કરવામાં આવ્યો છે. હિંદુ આપણી ઓળખ છે, આપણી રાષ્ટ્રીયતા છે, આપણી સભ્યતા છે. આ સિદ્ધાંત છે જે દરેકને પોતાના માને છે, બધાને સાથે લઈને ચાલે છે. અમે ક્યારેય એવુ નથી કહેતા કે ફક્ત અમારુ જ સાચુ છે, તમારુ ખોટું છે. તમે તમારી જગ્યાએ સાચા છો, અમે અમારી જગ્યાએ સાચા છીએ, ચાલો સાથે મળીને આગળ વધીએ, આ હિન્દુત્વ છે.’ ઇસ્લામ સર્વશ્રેષ્ઠ છે તેવી નિવેદનબાજી બંધ કરવી જોઈએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આગળ કહ્યુ કે ભારતે ભારત જ રહેવુ જોઈએ તે ખૂબ જ સરળ સત્ય છે. ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ નુક્સાન નથી, ઈસ્લામથી ડરવાની કોઈ જરૂર નથી. પરંતુ તે જ સમયે મુસ્લિમોએ ઇસ્લામ સર્વશ્રેષ્ઠ છે તેવી નિવેદનબાજી બંધ કરવી જોઈએ. આપણે એક મહાન રાષ્ટ્ર છીએ, આપણે આ દેશ પર ફરીથી એકવાર શાસન કર્યુ છે અને ફરીથી શાસન કરીશુ.