- મારો મત આપવાનો અધિકાર ખતમ કરી દીધો છે, પરંતુ મારી પાસે હજુ પણ પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવાનો અધિકાર છે.
રામપુર,
ઉત્તર પ્રદેશમાં રામપુર સદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે ૫ ડિસેમ્બરે મતદાન થશે અને ત્રણ દિવસ પછી ૮ ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ બેઠક પર સમાજવાદી પાર્ટી અને સત્તાધારી ભાજપ વચ્ચે જબરદસ્ત જંગ છે. બંને પક્ષોએ પાયાના સ્તરે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ યાદીમાં સપાનેતા આઝમ ખાનનો પણ સમાવેશ થાય છે, જે રામપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાવુક થઈ ગયા હતા. એક જાહેર સભામાં તેમણે પોતાનું દર્દ વર્ણવતા કહ્યું કે, ઈસ્લામમાં આત્મહત્યા કરવાની મનાઈ છે, તેથી જ હું હજી જીવિત છું. એ લોકો મને મારી શક્તા નથી, કારણ કે તેઓ ઇચ્છે છે કે હું મારી એડી ઘસી-ઘસીને મરી જાઉં. તેઓ મને ભારતમાંથી બહાર કાઢવા માંગે છે.
સપા નેતાએ કહ્યું, અઝહર ખાન જેલના સળિયા પાછળ કેદ છે. હું તેની પત્નીના આંસુ જોઈ શક્તો નથી. બાળકો પણ જેલમાં છે. જો તમારે મારું મૃત્યુ જોઈતું હોય તો મને મારી નાંખો. ગોળી મારી દો મને. જીવનની તકલીફો કરતાં મારું એ મૃત્યુ સસ્તું પડશે. તેમણે કહ્યું, હું ખૂબ તકલીફ સહન કરી રહ્યો છું. અમારા પર હસો, જોરજોરથી હસો. હું આ જીવનથી થાકી ગયો છું. હું તમારી પાસે મૃત્યુ માંગવા આવ્યો છું.
આ દરમિયાન આઝમ ખાન જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમના સમર્થકોની હેરાનગતિ અને પાર્ટીના નેતાઓની ઉદાસીનતાથી ખૂબ જ પરેશાન જોવા મળ્યા હતા.એસપી નેતાએ કહ્યું કે, જિલ્લા વહિવટીતંત્ર અને સ્થાનિક પોલીસ સપાના કાર્યકરોને ધમકાવી રહ્યા છે અને તેમના ઘરમાં ઘૂસીને, તેમના પરિવારની મહિલા સભ્યો સાથે ગેરવર્તન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રામપુર વિધાનસભા બેઠક પર ૫ ડિસેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં તેમને પોતાનો મત આપવાથી રોકવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું, પોલીસે મારી પત્ની અને રામપુરના પૂર્વ સાંસદ તાન્ઝીન ફાતિમાને પણ ધમકી આપી અને તેના માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો. આઝમ ખાને કહ્યું કે, પોલીસની એક ટીમે રામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના ગુમ સાધનોના મામલામાં સપા નેતાના સહ-આરોપી મોહમ્મદ તાલિબના ઘરે દરોડો પાડ્યો હતો. આ ઉપકરણને આ વર્ષે સપ્ટેમ્બરમાં જૌહર યુનિવસટીમાંથી રિકવર કરવામાં આવ્યું હતું. આ કેસમાં તાલિબ ફરાર છે અને પોલીસે તેની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
આઝમે આરોપ લગાવ્યો હતો કે, પાર્ટીના ૫૦ કાર્યર્ક્તાઓના દરવાજા તોડવામાં આવ્યા હતા અને ઘણા નિર્દોષ લોકોને રસ્તા પરથી ઉપાડી લેવામાં આવ્યા હતા. તેણે મહિલાઓ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓ સાથે આવું અમાનવીય અને શરમજનક વર્તન પ્રશાસનને શોભતું નથી. મારી પત્ની તાલિબની વૃદ્ધ માતાને જોવા ગઈ હતી, જેની તબિયત સારી ન હતી, ત્યારે પોલીસે તેની શોધમાં ઘર પર દરોડો પાડ્યો હતો.
આઝમ ખાને કહ્યું કે, તેઓએ મારો મત આપવાનો અધિકાર ખતમ કરી દીધો છે, પરંતુ મારી પાસે હજુ પણ પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવાનો અધિકાર છે. મારી પાસે પોલીસ અત્યાચારના વીડિયો છે અને અમે તેને કોર્ટમાં રજૂ કરીશું. મને લાગે છે કે, મારે જીઁના વડા અખિલેશ યાદવને કહેવું જોઈએ કે, તેઓ ભારતીય ચૂંટણી પંચને વિનંતી કરે કે, તેઓ મ્ત્નઁના ઉમેદવારને વિજેતા જાહેર કરે, કારણ કે અહીં કોઈ ચૂંટણી ચાલી રહી નથી. અમારા મતદારોને ધમકી આપવામાં આવી રહી છે કે, તેઓ મતદાન ન કરે, નહીં તો તેમના ઘર ખાલી કરી દેવામાં આવશે.