
અમદાવાદ, ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે. ઈસ્કોન અકસ્માતનો મુખ્ય આરોપી તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી છે. તો ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી છે. તો તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઇકોર્ટ ચુકાદો આપવાની હતી. તો હાઈકોર્ટના સુનાવણી પહેલા જામીન અરજી પરત ખેંચી છે. તો તથ્ય પટેલને હજુ પણ જેલમાં રહેવુ પડશે.
તો આ અગાઉ પણ તથ્ય પટેલની ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન આપવા હાઈકોર્ટમાં બચાવપક્ષની રજૂઆત કરી હતી. પરંતુ વારંવાર અકસ્માત સર્જયો હોવાથી જામીન ન આપવા માટે સરકારી વકીલે દલીલ કરી હતી. તો હાઈકોર્ટેમાં તથ્ય પટેલના જામીન અંગે સુનાવણી મુલત્વી રાખી હતી. ત્યાં આજે સુનાવણી પહેલ જ તથ્ય પટેલની જામીન અરજી પરત ખેંચવામાં આવી છે.