ઇસરોની અંતરિક્ષમાં હરણફાળ, ૩૬ સેટેલાઈટ સાથે સૌથી ભારે એલવીએમ-૩ રોકેટ લોન્ચ કર્યું

શ્રીહરિકોટા,ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો)એ ૩૬ વનવેબ ઈન્ટરનેટ સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લોન્ચ અને પ્રક્ષેપિત કરીને ઈતિહાસ રચ્યો છે.બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વન વેબમાં એરટેલ એટલે કે ભારતી એન્ટરપ્રાઈઝ પણ શેર હોલ્ડર છે. વનવેબ સાથે ઈસરોની બે ડીલ થઈ છે. જેમાંથી એક ગત વર્ષે થઈ હતી. આ રોકેટમાં બીજીવાર ખાનગી કંપનીના કોઈ સેટેલાઈટ લઈ જવાયા છે અને તેનો સક્સેસ રેશિયો ૧૦૦ ટકા રહ્યો છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને ૩૬ વનવેબ ઈન્ટરનેટ સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લોન્ચ અને પ્રક્ષેપિત કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતના સૌથી વજનદાર રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-૩ થી લો અર્થ ઓબટ પર લોન્ચ કરાયા. સવારે ૮.૩૦ વાગે રોકેટ લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરાયું.

પ્રક્ષેપણ ઈસરોના એસડીએસસી એસએચએઆરના બીજા લોન્ચ પેડથી સવારે ૯ વાગે નિર્ધારિત કરાયું હતું. કાઉન્ટડાઉન દરમિયાન રોકેટ અને સેટેલાઈટ સિસ્ટમની તપાસ કરાઈ અને ત્યારબાદ રોકેટ માટે ઈંધણ ભરાયું. ૪૩.૫ મીટર લાંબુ અને ૬૪૩ ટન વજનવાળું ભારતીય રોકેટ LVM3 શ્રીહરિકોટા સ્થિત રોકેટ પોર્ટના બીજા લોન્ચ પેડથી લોન્ચ કરાયું. ૫૮૦૫ કિલોગ્રામ વજનવાળું આ રોકેટ બ્રિટન સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટેડ લિમિટેડ (વનવેબ)ના ૩૬ સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લઈ ગયું છે. તેનાથી પૃથ્વીની નીચલી કક્ષામાં ઉપગ્રહોના સમૂહોની પહેલી પેઢી પૂરી થઈ જશે. લો અર્થ ઓબટ પૃથ્વીની સૌથી નીચલી કક્ષા હોય છે.

એલવીએમ-૩ એક ત્રણ ચરણોવાળું રોકેટ છે. જેમાં પહેલો તબક્કો લિક્વિડ ઈંધણ, નક્કર ઈંધણ દ્વારા સંચાલિત બે સ્ટ્રેપ-ઓન મોટર, લિક્વિડ ઈંધણ દ્વારા સંચાલિત બીજુ અને ક્રાયોજેનિક એન્જિન હોય છે. ઈસરોના આ ભારે ભરખમ રોકેટની ક્ષમતા એએલઈઓ સુધી ૧૦ ટન અને જિયો ટ્રાન્સફર ઓબટ (જીટીઓ) સુધી ચાર ટન વજન લઈ જવાની છે. ઈસરો દ્વારા રોકેટ મિશન કોડનું નામ LVM3-M3/ વનવેબ ઈન્ડિયા-૨ મિશન રાખવામાં આવ્યું છે. રોકેટ લોન્ચ થયાની બરાબર ૧૯ મિનિટ બાદ સેટેલાઈટ્સના અલગ અલગ થવાની પ્રક્રિયા શરૂ થઈ. ૩૬ સેટેલાઈટ્સ અલગ અલગ તબક્કામાં છૂટા પડ્યા.

બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વન વેબમાં એરટેલ એટલે કે ભારતી એન્ટરપ્રાઈઝ પણ શેર હોલ્ડર છે. વનવેબ સાથે ઈસરોની બે ડીલ થઈ છે. જેમાંથી એક ગત વર્ષે થઈ હતી. આ રોકેટમાં બીજીવાર ખાનગી કંપનીના કોઈ સેટેલાઈટ લઈ જવાયા છે અને તેનો સક્સેસ રેશિયો ૧૦૦ ટકા રહ્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ ઈસરોએ વનબેસના ૩૬ સેટેલાઈટ્સ LVM3  રોકેટ સાથે લોન્ચ કર્યા હતા. આ સફળ અભિયાનથી દુનિયાના દરેક હિસ્સામાં સ્પેસ આધાર બ્રોડબેન્ડ ઈન્ટરનેટ યોજનામાં મદદ મળશે.