ઇસરો ૧૬ ઓગસ્ટના રોજ પૃથ્વી અવલોકન ઉપગ્રહ-૮ લોન્ચ કરશે

ઈસરોએ કહ્યું કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-૮ ૧૬ ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવશે. અગાઉ એવી માહિતી મળી હતી કે ૧૫ ઓગસ્ટે લોન્ચ થશે. વિલંબનું કારણ જણાવવામાં આવ્યું નથી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે એસએસએલવી ફ્લાઈટનું પ્રક્ષેપણ ૧૬ ઓગસ્ટના રોજ નિર્ધારિત છે.ઇઓએસ-૦૮ મિશનના ઉદ્દેશ્યોમાં માઇક્રોસેટેલાઇટ ડિઝાઇન અને વિકાસનો સમાવેશ થાય છે.

ઇઓએસ-૦૮ ત્રણ પેલોડ વહન કરશે. તેમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ,ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિલેકમેટ્રી પેલોડ અને એસઆઇસી યુવી ડોસીમીટરનો સમાવેશ થાય છે.ઇઓઆઇઆર પેલોડ સેટેલાઇટ આધારિત સર્વેલન્સ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ વગેરે માટે ઇમેજ મેળવવા માટે રચાયેલ છે.

જીએનએસએસ આર દરિયાની સપાટીની હવાનું વિશ્લેષણ, જમીનમાં ભેજનો અંદાજ, પૂરની શોધ વગેરે માટે રિમોટ સેન્સિંગ ક્ષમતાઓનું નિદર્શન કરશે.એસઆઇસી યુવી ડોસિમીટર ગગનયાન મિશનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું નિરીક્ષણ કરશે.એસઆઇસી યુવી ડોસિમીટર ગગનયાન મિશનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું નિરીક્ષણ કરશે.

અગાઉ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ૧૫ ઓગસ્ટના રોજ શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરીને ૧૭૫.૫ કિલોગ્રામ વજન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કરવાનું હતું. પરંતુ કોઈક કારણસર હવે આ ઉપગ્રહ ૧ દિવસ બાદ એટલે કે ૧૬ ઓગસન્ટના રોજ શ્રી હરિકોટાથી લોન્ચ કરાશે.

ઇસરોએ પૃથ્વી ઉપગ્રહને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે, “૧૭૫.૫ કિગ્રા વજન ધરાવતો આ ઉપગ્રહ ત્રણ પેલોડ વહન કરશે, જે જમીનના ભેજના મૂલ્યાંકનથી લઈને આપત્તિ વ્યવસ્થાપન સુધીના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યા છે. “આ અવકાશયાન લગભગ એક વર્ષ સુધી ૪૭૫ કિલોમીટરની ઉંચાઈએ ગોળાકાર નીચી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે.”ઇઓઆઇઆર પેલોડને મિડ-વેવ આઇઆર (એમઆઇઆર) અને લોંગ-વેવ આઇઆર(એલડબ્લ્યુઆઇઆર) બેન્ડમાં દિવસ અને રાત બંનેમાં ફોટા લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં સેટેલાઇટ-આધારિત સર્વેલન્સ, ડિઝાસ્ટર મોનિટરિંગ, આમાં પર્યાવરણીય દેખરેખ, આગ શોધ, જ્વાળામુખી પ્રવૃત્તિઓ, તેમજ ઔદ્યોગિક અને પાવર પ્લાન્ટ ડિઝાસ્ટર મોનિટરિંગનો સમાવેશ થાય છે.