ઈસનપુરમાં યુવકને જીવતા સળગાવવાના કેસમાં બે સગા ભાઈઓને ફાંસીની સજા

  • ખેડા જિલ્લાના નડિયાદમાં વર્ષ ૨૦૨૧ના દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને સંભળાવી ફાંસીની સજા સંભળાવી છે.

અમદાવાદ,અમદાવાદની સેશન્સ કોર્ટ બે સગા ભાઈઓને ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ ૨૦૧૯માં બે સગાભાઈઓએ કોઈ બાબતે નજીવી બોલાચાલી બાદ એક યુવકને જાહેરમાં સળગાવ્યો હતો. રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતા આ કેસમાં કોર્ટે સંજ્ઞાન લઈ બંને ભાઈઓને દેહાંત દંડની સજા ફરમાવી છે. આ કેસમાં ૨૫ ઓગષ્ટ ૨૦૧૯એ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમા મૃતક પંકજ પાટીલનું ગંભીર રીતે દાઝવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. મૃતકની જુબાની અને પ્રત્યક્ષદર્શીઓની જુબાનીને આધારે કોર્ટ સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે ૧૧૮ પેજનો ચુકાદો સંભળાવ્યો છે.

આ અગાઉ રાજકોટના જેતલસરના ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં જેતપૂર સેશન્સ કોર્ટે ફાંસીના સજા સંભળાવી હતી.આજે સેશન્સ કોર્ટ દ્રારા હત્યા,પોક્સો અને હત્યાની કોશિશ ત્રણ ગુનામાં જયેશ સરવૈયાને ક્સૂરવાર ઠેરવ્યા હતા જે અંગે સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક જજ આર.આર.ચૌધરીએ સજા સંભળાવી હતી.કોર્ટે પોક્સોમાં ૩ વર્ષની કેદ અને અઢી હજાર રૂપિયાનો દંડ,આઇપીસી કલમ ૩૦૭ માં ૫ હજાર રૂપિયાનો દંડ અને ૧૦ વર્ષની સજા,જીપીએક્ટ ૧૩૫ અંતર્ગત એક માસની સજા અને ૫૦૦ રૂપિયાનો દંડ અને હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફટકારતા ફાંસીની સજા ફટકારી હતી.કોર્ટ પરિસરમાં જ્યારે આ સજા ફટકારવામાં આવી ત્યારે આરોપી જયેશના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી

દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદમાં વર્ષ ૨૦૨૧ના દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને સંભળાવી ફાંસીની સજા સંભળાવી છે. જેમાં કોર્ટે આ કેસમાં સાવકા પિતાને દુષ્કર્મ બદલ ફાંસીની સજા ફટકારી છે. આ સમગ્ર ઘટનામાં વર્ષ ૨૦૨૧માં માતર તાલુકાના ગામમાં ૧૧ વર્ષની દીકરી પર સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બની હતી. આ ઘટના ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ખેડાના નડિયાદમાં હવસખોર પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.૧૧ વર્ષની સાવકી પુત્રી પર દુષ્કર્મ કરનાર સાવકા પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.સાથે જ અઢી લાખનો દંડ અને પીડિતાને ૨ લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે.માતરના મહેલજ ગામની સીમમાં એમ્પાયર ફાર્મમાં રહેતા અને મૂળ ગોધરાના શખ્સના લગ્ન વિધવા મહિલા સાથે થયા હતા.જેને અગાઉના પતિથી ત્રણ દીકરી હતી.