ઈશા અંબાણીએ ટ્વિન્સને જન્મ આપ્યો:દિકરીનું નામ આદ્યા અને દિકરાનું નામ ક્રિશ્ર્ના પાડ્યું

મુંબઇ,

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે. પરિવારે દિકરીનું નામ આદ્યા અને દિકરાનું નામ ક્રિશ્ર્ના પાડ્યું છે. બાળકો અને ઈશાની તબિયત સારી હોવાનું પરિવારે જણાવ્યું છે. નિતા અને મુકેશ અંબાણીની દિકરી અને સ્વાતિ-અજય પિરામલના પુત્ર આનંદના ઘરે પારણું બંધાયું છે.

મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલ દ્વારા જારી કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છે અને તેઓ બધા ખૂબ જ ખુશ છે. લોકોના આશીર્વાદ અને શ્રેષ્ઠતાની રાહ જોઈ રહ્યા છીએ. આ તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે.

વર્ષ ૨૦૧૮માં ઈશા અંબાણીના લગ્ન હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પિરામલના માલિક અજય પિરામલના દિકરા આનંદ પિરામલ સાથે થયા હતા. તેમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોમાં નોંધાયા હતા. તેમાં બોલિવુડ અને દેશની મોટાભાગની સેલિબ્રિટીએ હાજરી આપી હતી.

રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં પિરામલ પાસે કોઠીઓ, હવેલીઓ અને મહેલો છે. ઈશાની સાસુ સ્વાતિ પીરામલ પણ વ્યવસાયે વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ છે. સ્વાતિ મુંબઈમાં ગોપીકૃષ્ણ પીરામલ હોસ્પિટલના સ્થાપક છે. તેણીને વર્ષ ૨૦૧૨માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. ઈશાની ભાભી નંદિની પિરામલ ગ્રુપનો આખો બિઝનેસ સંભાળે છે. ઈશા અંબાણીના સસરા અજય પીરામલ શ્રીરામ ગ્રુપના ચેરમેન, ટાટા સન લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના બોર્ડ મેમ્બર, અનંત નેશનલ યુનિવસટીના પ્રેસિડેન્ટ અને ચેરમેન, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન ઉપરાંત અન્ય પદો ધરાવે છે.

મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીને હાલમાં જ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર બનાવવામાં આવી છે. મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવસટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેણે સ્ટેનફોર્ડ, કેલિફોનયાથી બિઝનેસમાં સ્મ્છનો અભ્યાસ કર્યો છે.